Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Valsad » ખેતતલાવડી કૌભાંડ:કપરાડામાં પણ તપાસ માટે ACBમાં પંચો- લીગલ પ્રક્રિયાની તૈયારી

ખેતતલાવડી કૌભાંડ:કપરાડામાં પણ તપાસ માટે ACBમાં પંચો- લીગલ પ્રક્રિયાની તૈયારી

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:45 AM

કપરાડા તાલુકામાં 21 સ્થળે પણ બોગસ ખેતતલાવડી ચોપડે દર્શાવાઇ

  • ખેતતલાવડી કૌભાંડ:કપરાડામાં પણ તપાસ માટે ACBમાં પંચો- લીગલ પ્રક્રિયાની તૈયારી
    જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો ધરમપુર અને કપરાડા તાલુકામાં ગુજરાત જમીન વિકાસ નિગમ કચેરીના ભ્રષ્ટ અધિકારીઓ અને મળતિયા કોન્ટ્રાક્ટરો મારફત લાખોનું ખેતતલાવડી કૌભાંડ કરાયુ છે. ધરમપુરના 6 ગામની તપાસના સિલસિલા વચ્ચે બાદ હવે કપરાડા તાલુકામાં પણ આ કૌભાંડનો રેલો લંબાયો છે. દિવ્યભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં આ તાલુકાના 21 ગામના ખેડૂત લાભાર્થીઓના નામે 21 જેટલી બોગસ તલાવડી ઊભી કરી છેતરપિંડી કરી હોવાનું બહાર આવતા અેસીબી તંત્રએ તપાસના ચક્રો ગતિમાન કરવાની તૈયારી કરી છે. સુરત, વ્યારા, નવસારી અને વલસાડ ડાંગ એન્ટી કરપ્શન ...અનુસંધાન પાના નં. 2

    વલસાડમાં આદિવાસી રેલી નિકળી

    સંબોધન કરતાં વર્ષોથી સૃષ્ટિ અને પર્યાવરણની રક્ષા આદિવાસીઓ કરી રહ્યા છે અને કરશે.જો આદિવાસીનું અસ્તિત્વ રહેશે તો સૃષ્ટિ અને પર્યાવરણ સુરક્ષિત રહેશે તેવું જણાવ્યું હતું.ધોડિયા સમાજના આદિવાસીબંધુઓ તેમજ તાલુકાભરમાંથી આવેલા આદિવાસીઓ શિસ્તબધ્ધ રેલી સાથે વલસાડ કલ્યાણબાગથી આગળ આઝાદ ચોક પર ભેગા થયા બાદ પરત ધરમપુર ચોકડી ખાતે રવાના થયા હતા.

    ખેતતલાવડી કૌભાંડ:કપરાડામાં પણ તપાસ

    બ્યુરોના અધિકારીઓએ દ.ગુ.ના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતતલાવડી કૌભાંડના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વિરૂધ્ધ કાનુની ગાળિયો ફિટ કરી જેલમાં ધકેલ્યા છે ત્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં પણ આ ભ્રષ્ટોએ દાનત બગાડી હોવાનું દિવ્ય ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણવા મ‌ળ્યું હતું.હવે એસીબીએ કપરાડા તાલુકાના કૌભાંડની તપાસ કરવાની તૈયારીના ચક્રો ગતિમાન કર્યા છે. કપરાડાના માતુનિયા,આંબાજંગલ,નિલોસી,ચેપા,નાની પલસાણ,કરજૂન,પાંચવેરા ગામમાં 21 સ્થળે ખેડૂત લાભાર્થીઓના નામે ખેતતલાવડી દર્શાવી હોવાનું ખુદ ખેડૂતોએ જણાવ્યું છે.26 ખત તલાવડીનું આયોજન હતું તેમાં 9 બનાવી જેમાં પણ વેઠ ઉતારાઇ છે.

    ભાસ્કર ઇમ્પેક્ટ

    કોની સંડોવણી છે તે પાસું ચકાસવામાં આવશે

    ધરમપુર તાલુકાના કૌભાંડમાં વધુ સંડોવણી કોની છે તે પાસું પણ ચકાસવામાં આવી રહ્યું છે. આ સાથે કપરાડામાં પણ ખેતતલાવડી કૌભાંડ થયું હોવાનું ખેડૂત લાભાર્થીઓ દ્વારા જાણવા મળતાં અેસીબી વિભાગ દ્વારા તપાસનો સિલસિલો હાથ ધરવાની તૈયારી કરી છે.

    પંચો- લીગલ પરવાનગી મેળવી તપાસ કરાશે

    ધરમપુર તાલુકામાં ખેતતલાવડી કૌભાંડની તપાસ ચાલૂ છે. કપરાડામાં કૌભાંડની તપાસ માટે પંચો-લીગલ પરવાનગી સહિતની પ્રક્રિયા પૂરી કરીને તપાસ હાથ ધરાશે. એસ.આર.પટેલ,પીઆઇ,એસીબી,વલસાડ ડાંગ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending