દલાલની મોપેડ સ્લીપ થતાં મદદના બહાને યુવકે લૂંટી લીધો

ચોકબજાર ગાંધીની પ્રતિમા પાસે જમીનદલાલ મોપેડ પરથી સ્લીપ મારી જતા એક યુવકે તેમને ઘરે લઈ જવા માટે મોપેડ પર પાછળ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:45 AM
દલાલની મોપેડ સ્લીપ થતાં મદદના બહાને યુવકે લૂંટી લીધો
ચોકબજાર ગાંધીની પ્રતિમા પાસે જમીનદલાલ મોપેડ પરથી સ્લીપ મારી જતા એક યુવકે તેમને ઘરે લઈ જવા માટે મોપેડ પર પાછળ બેસાડી લઈ ગયો હતો. રસ્તામાં નાનપુરા મક્કાઈપુલ થઈને પાર્લે પોઈન્ટ ખાતે લઈ જઈ દલાલે ચક્કર આવતા બાકડા પર સૂઈ જઈ થોડીવાર પછી તે શખ્સ તેને ડુમસ રોડ પર મગદલ્લા ચોકડી પાસે દત્તાક્ષેય મંદિરની ગલીમાં લઈ ગયો હતો. જયા તેને માર મારીને મોપેડ, સોનાની ચેઈન અને રોકડ મળીને 51200ની લૂંટ કરી ભાગી ગયો હતો. 7મી તારીખે મોડીરાત્રે ઘટના બની તે સમયે મગદલ્લા ચોકડી પર ત્રણ પોલીસ કર્મીઓ તૈનાત હતા છતાં જમીનદલાલ રાજેશ સુભાશ પટેલએ લોહીલુહાણ હાલતમાં હોવા છતાં પોલીસકર્મીઓને તેણે અકસ્માત થયું હોવાનું જણાવીને માત્ર પોલીસના મોબાઈલથી પત્નીને કોલ કરી લેવા માટે બોલાવી હતી. બીજા દિવસે જમીનદલાલ રાજેશ પટેલે ડુમસ પોલીસમાં ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે લૂંટનો ગુનો નોંધ્યો છે. જોકે ખરેખર લૂંટ થઈ છે કે કેમ તે અંગે પોલીસ સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરી રહી છે. રાજેશ સુભાષ પટેલ અડાજણ એલ.પી. સવાણી રોડ પર મંગલદીપ એપાર્ટમેન્ટમાં રહે છે અને તે મૂળ વલસાડનો છે.

X
દલાલની મોપેડ સ્લીપ થતાં મદદના બહાને યુવકે લૂંટી લીધો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App