કરદીવાથી માલવણ વચ્ચે રોડ ન હોવાને લીધે લોકોને હાલાકી

ભાસ્કર િવશેષ લાકડાનો પુલ બનાવી અવર જવર કરવા માટે રહીશો મજબૂર, રજુઆત કરવા છતા કામગીરી થઈ નથી

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:45 AM
કરદીવાથી માલવણ વચ્ચે રોડ ન હોવાને લીધે લોકોને હાલાકી
વલસાડ તાલુકાના માલવણ ગામથી કરદીવા ફળીયાને જોડતો 800 મીટર રોડ આઠ વર્ષ પહેલાં પુરાણ કરી પારો નાખી કાચો કામચલાઉ બનાવવામાં આવ્યો હતો.

જેના પરથી કરદીવા ફળીયામાં વસવાટ કરતાં અંદાજીત 700 લોકો માલવણ ગ્રામ પંચાયતમાં તેમજ સસ્તા અનાજની દુકાનમાં રાશન લેવા માટે રોડનો ઉપયોગ કરતાં હતાં.કાચા રસ્તાને વહીવટી તંત્ર દ્વારા ડામરના રસ્તામાં નહિં ફેરવતાં ચોમાસામાં રોડ ધોવાઈ જતા ઠેર ઠેર રોડ પર મોટા મોટા ભૂવાઓ અને ગાબડાઓ પડતાં રહીશો જાતે લાકડાનો પુલ બનાવી જીવના જોખમે રસ્તો પસાર કરી કામકાજ અર્થે પંચાયતમાં જતા હોય છે. કરદીવાથી માલવણને જોડતો પાકા રોડનાં અભાવને કારણે લોકોને માલવણ જવા માટે 5 કિ.મીનો ચકરાવો ખાવા પડતાં લોકો આર્થિક અને માનસિક રીતે હેરાનગતિ ભોગવી રહ્યાં છે.કરદીવા ફળીયાના અગ્રણીઓ દ્વારા અનેકવાર પાકો રોડ બનાવવા માટે વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવી હતી.છતાં પણ રોડ બનાવવામાં નહીં આવતાં કરદીવા ગામના 700 રહીશોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રોડના અભાવને કારણે કરદીવા ફળીયાના લોકો સરકારની સસ્તા અનાજની દુકાન માંથી કેરોસીન અને અનાજ ખરીદી શકતા નથી.તેમજ સ્મશાન ભૂમી પર જવા માટે રહીશો આ રોડ પર જ નિર્ભર છે.

કરદીવાથી માલવણને જોડતો આ કાચો રોડ પરથી દરોજ પશુપાલકો દૂધ લઈ ડેરીએ જવા માટે અને સસ્તા અનાજની દુકાને જવા માટે તો ઉપયોગ કરે છે.પરંતુ માલવણ વાધા ફળીયાની પાદરે આવેલ સ્મશાન ભૂમી પર જવા માટે કરદીવાનાં લોકો એકમાત્ર આ રોડ પર નિર્ભર છે.રોડને બનાવવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. મહેશ પટેલ, તાલુકા પંચાયત સભ્ય કરદીવા

X
કરદીવાથી માલવણ વચ્ચે રોડ ન હોવાને લીધે લોકોને હાલાકી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App