વલસાડ આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીયકક્ષાનો સેમિનાર

વલસાડ| વલસાડની જે.પી.શ્રોફ આર્ટ્સ કોલેજમાં આગામી 11મી ઓગષ્ટ શનિવારના રોજ ‘સાહિત્યમાં પુરાકલ્પનનો વિનિયોગ’...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:45 AM
વલસાડ આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીયકક્ષાનો સેમિનાર
વલસાડ| વલસાડની જે.પી.શ્રોફ આર્ટ્સ કોલેજમાં આગામી 11મી ઓગષ્ટ શનિવારના રોજ ‘સાહિત્યમાં પુરાકલ્પનનો વિનિયોગ’ સંદર્ભે રાષ્ટ્રીયકક્ષાનો સેમિનાર યોજાનાર છે. કોલેજ કેમ્પસના સંસ્કારકેન્દ્ર ખાતે યોજાનાર આ સેમિનારનો પ્રારંભ સવારે 10:15 કલાકે થશે. સેમિનારની પ્રથમ બેઠકમાં કચ્છ યુનિ.ના માજી કુલપતિ ડો.કે.વી.ગોર અને અમદાવાદ ભાષા સાહિત્ય ભવનના હિન્દી વિભાગના અધ્યક્ષા ડો.રંજના અરગડે ખાસ ઉપસ્થિત રહી પોતાના વિચારો પ્રગટ કરશે. જ્યારે બીજી બેઠકમાં શોધપત્રોનું વાંચનમાં સંચાલન પ્રો સંધ્યા શેલત અને પ્રો.ચંપક પટેલ કરશે. આ સેમિનારમાં અન્ય કોલેજોના પ્રાધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓને ભાગ લેવા કોલેજની અખબારીયાદી દ્વારા જણાવાયું છે.

X
વલસાડ આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીયકક્ષાનો સેમિનાર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App