Home » Daxin Gujarat » Latest News » Valsad » મુખ્યમંત્રી એપ્રન્ટીસ યોજના અન્વયે વિડીયો કોન્ફોરન્સ યોજાઇ

મુખ્યમંત્રી એપ્રન્ટીસ યોજના અન્વયે વિડીયો કોન્ફોરન્સ યોજાઇ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:45 AM

વલસાડ| શ્રમ અને રોજગાર વભિાગ દ્વારા સને 2018-19 ના વર્ષમાં અમલમાં મૂકેલ મુખ્યમંત્રી એપ્રેનટીસ યોજના અન્વયે યુવાનોને...

  • મુખ્યમંત્રી એપ્રન્ટીસ યોજના અન્વયે વિડીયો કોન્ફોરન્સ યોજાઇ
    વલસાડ| શ્રમ અને રોજગાર વભિાગ દ્વારા સને 2018-19 ના વર્ષમાં અમલમાં મૂકેલ મુખ્યમંત્રી એપ્રેનટીસ યોજના અન્વયે યુવાનોને રોજગારી પુરી પાડવાના ઉપલક્ષમાં રાજયના મુખ્ય સચિવ એ.કે.સિંઘે વિડીયો કોન્ફોરન્સ યોજી હતી.આ બેઠકમાં એપ્રેન્ટીસ યોજનાની સમીક્ષા કરી વલસાડ જિલ્લામાં ઔદ્યોગિક વિસ્તારને ધ્યાને લઇ 8 હજાર જેટલા એપ્રેન્ટીસોની ભરતી કરવાના લક્ષને પરિપૂર્ણ કરવા જણાવાયું હતું. વિડીયો કોન્ફોરન્સ બાદ કલેકટર સી.આર. ખરસાણે અમલીકરણ અધિકારીઓ અને કંપની સંચાલકો સાથે બેઠક યોજી હતી. આઇ.ટી.આઇ. સહિત ગ્રેજયુએટ, ધો.10, 12 પાસ યુવાનોને પણ રોજગારી મળી રહે તેવું આયોજન કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિકારી સુનિલ જોશી, અધિક નિવાસી કલેકટર કમલેશ બોર્ડર સહિત કંપનીના સંચાલકો હાજર રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ