• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Valsad
  • વલસાડ ખાતે ખેલમહાકુંભ અંગે વ્યાયામ શિક્ષકોની બેઠક યોજાઈ

વલસાડ ખાતે ખેલમહાકુંભ અંગે વ્યાયામ શિક્ષકોની બેઠક યોજાઈ

વલસાડ|સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલમહાકુભ-2018 નું આયોજન કરાયું છે. જેમાં શાળા અને...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:45 AM
વલસાડ ખાતે ખેલમહાકુંભ અંગે વ્યાયામ શિક્ષકોની બેઠક યોજાઈ
વલસાડ|સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલમહાકુભ-2018 નું આયોજન કરાયું છે. જેમાં શાળા અને ગ્રામ્યકક્ષાએથી રાજ્યકક્ષા સુધીની વિવિધ રમતોની સ્પર્ધા યોજાશે. શાળા, ગ્રામ્ય,તાલુકા અને ઝોનકક્ષા, જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષા તેમજ રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન કરાયું છે. ખેલમહાકુંભના રજિસ્ટ્રેશન, આયોજન સંચાલન માટે સમગ્ર વલસાડના માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તથા પ્રાથમિક શાળાના વ્યાયામ શિક્ષકો આરજેજે સ્કૂલ, વલસાડ ખાતે યોજાયેલી બેઠકમાં હાજર રહ્યા હતા.આ પ્રસંગે ડીઈઓ બી.એમ.પટેલ, ડીએસઓ મહેશ એમ. પટેલ, સિનિયરકોચ અંકુર જોષી તથા ફૂટબોલ કોચ અનિલ રાઠોડ ઉપસ્થિત રહ્યાં હતાં.

X
વલસાડ ખાતે ખેલમહાકુંભ અંગે વ્યાયામ શિક્ષકોની બેઠક યોજાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App