1000થી વધુ ફીશીંગ બોટો 15મીએ રવાના થશે

ભાસ્કર િવશેષ | માછીમારો પરંપરા મુજબ આજીવિકા માટે દરિયા દેવની પૂજા અર્ચના કરી સમુદ્ર ખેડવા માટે રવાના થશે

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:45 AM
1000થી વધુ ફીશીંગ બોટો 15મીએ રવાના થશે
વલસાડ જિલ્લાનાં કાંઠા વિસ્તારમાં વસવાટ કરતાં સાગર પુત્રો દર વર્ષે 15 મી ઓગસ્ટ બાદ માછીમારીની નવી સીઝનની શરૂઆત કરતાં હોય છે.ત્યારે પાંચ દિવસ બાદ માછીમારો પરંપરા મુજબ આજીવિકા માટે દરિયા દેવની પૂજા અર્ચના કરી સમુદ્ર ખેડવા માટે રવાના થશે.

માછીમારીનો વ્યવસાય મુખ્યત્વે ચોમાસામાં પડતાં વરસાદ પણ નિર્ભર હોય છે.કારણ કે સમુદ્રમાં નવા પાણીનાં નિર ઉમેરાતાં માછલીનો ઉછેર અને ઉપદ્રવ સમુદ્રમાં વધી જતો હોય છે.ત્યારે ચોમાસાની શરૂઆતે જ ધોધમાર વરસાદ પડતાં માછીમારોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.હાલ વલસાડનાં કોસંબા, હિંગરાજ દાંતી, કકવાડી, દાંડી અને ભાગલ ગામના માછીમારો ફીશીંગ બોટોની સાફ સફાઈ કરી રાશન પાણી ભરી સમુદ્ર ખેડવા માટે રવાના થવાની તૈયારીની આખરી ઓપ આપી ફીશીંગ બોટોને સમુદ્ર કિનારા પર લંગારી દેવામાં આવી છે.

વલસાડ દરિયા કિનારા પરથી 15મી ઓગસ્ટ બાદ 1000થી વધુ ફીશીંગ બોટો વિવિધ બંદરો પર માછીમારી કરવા માટે રવાના થશે અને આઠ માસ બાદ વતન પરત ફરશે.વલસાડનાં માછીમારો નવસારીનું ધોલાઈ, મહારાષ્ટ્રનું ભાઉચર, વેરાવળ, પોરબંદર અને ઓખાનાં બંદરો પર સમુદ્ર માંથી માછલીઓ પકડી ઓકશન કરી વર્ષોથી આજીવિકા મેળવતાં આવ્યાં છે.આગામી સીઝન સુખમય નિવડે માટે માછીમારો દરિયા દેવને પ્રાથના કરી રહ્યાં છે.

X
1000થી વધુ ફીશીંગ બોટો 15મીએ રવાના થશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App