વલસાડમાં રિક્ષામાં સુરત લઈ જવાતા દારૂ સાથે એક ઝડપાયો

વલસાડ | દારૂની હેરાફેરી કરતાં ખેપિયાઓ અવનવા કિમીયા અપનાવી રહ્યા છે. ઉપલેટાનો મૂળ વતની વાપીથી રિક્ષામાં 42 હજારનો...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:45 AM
વલસાડમાં રિક્ષામાં સુરત લઈ જવાતા દારૂ સાથે એક ઝડપાયો
વલસાડ | દારૂની હેરાફેરી કરતાં ખેપિયાઓ અવનવા કિમીયા અપનાવી રહ્યા છે. ઉપલેટાનો મૂળ વતની વાપીથી રિક્ષામાં 42 હજારનો દારૂ ભરીને સુરત જતાં વલસાડ રૂરલ પોલીસે હાઈવે પરથી ઝડપી પાડ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાપીથી સુરત રિક્ષાનં જીજે-02-ટીટી-6789માં 60 નંગ દારૂની બોટલ કિં.42 હજાર ભરીને એક ખેપિયો રવાનો થઈ રહ્યો હતો. તેની બાતમી હાઈવે પર પેટ્રોલિંગ કરતી રૂરલ પોલીસને થતાં તેમણે સુગર ફેક્ટરી પાસે હાઈવે નં.48 પર વોચ ગોઠવી હતી. ગુરૂવારે સવારે પોલીસે વાપી તરફથી આવતી રિક્ષાને અટકાવી તપાસ કરતાં રિક્ષામાં બનાવેલા વિવિધ ખાનામાં છૂપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રિક્ષા ચાલક દિનેશ મનસુખ પંડ્યા હાલ રહે. સુરત મૂળ વતન સૌરાષ્ટ્રનું ઉપલેટાને ઝડપી પાડ્યો હતો. પોલીસે 42 હજારનો દારૂ અને રિક્ષાનો કબ્જો લઈ દિનેશ પંડ્યા સામે દારૂની હેરાફેરી મામલે કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

X
વલસાડમાં રિક્ષામાં સુરત લઈ જવાતા દારૂ સાથે એક ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App