ધરાસણાના ચિલ્ડ્રન હોમમાંથી સગીરા ગુમ, અપહરણનો ગુનો

Valsad - ધરાસણાના ચિલ્ડ્રન હોમમાંથી સગીરા ગુમ, અપહરણનો ગુનો

DivyaBhaskar News Network

Sep 07, 2018, 04:41 AM IST
ડુંગરી|વલસાડનાં ધરાસણા ચિલ્ડ્રન હોમમાંથી ગુરુવારે મળસ્કે સગીર વયની છોકરી ગુમ થતાં ડુંગરી પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાઇ હતી. વલસાડ રેલ્વે પોલીસને ભાવનગર એકસપ્રેસ ટ્રેનમાંથી ગત 21 જુલાઈના રોજ સગીર વયની ખુશ્બુ ઢોમન રામા ઉ.વ 15 (રહે. બિહાર) નામની છોકરી મળી આવી હતી. પોલીસે તેમને ધરાસણા ચિલ્ડ્રન હોમમા રવાના કરી હતી. જે ગુરુવારે મળસ્કે બાથરૂમ જવાને બહાને ચિલ્ડ્રન હોમમાંથી ભાગી જતાં ક્લાર્ક ઈલાબેન ખંડુભાઈએ ડુંગરી પોલીસ મથકે સગીરા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

X
Valsad - ધરાસણાના ચિલ્ડ્રન હોમમાંથી સગીરા ગુમ, અપહરણનો ગુનો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી