• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Valsad
  • Valsad - વલસાડના આવાંબાઇ ગ્રાઉન્ડના ગરબા સામે 115 તબીબ મેદાનમાં

વલસાડના આવાંબાઇ ગ્રાઉન્ડના ગરબા સામે 115 તબીબ મેદાનમાં

ધ્વનિ પ્રદૂષણને લઈ 29 હોસ્પિટલના દર્દીઓને ત્રાસ

DivyaBhaskar News Network | Updated - Sep 07, 2018, 04:40 AM
Valsad - વલસાડના આવાંબાઇ ગ્રાઉન્ડના ગરબા સામે 115 તબીબ મેદાનમાં
વલસાડ શહેરના ગૌરવપથ વિસ્તારને સાઈલન્ટ ઝોન જાહેર કરાયો હોવા છતાં છેલ્લા 4 વર્ષથી તેનો અમલ કરવામાં આવતો ન હોવાની તબીબોએ કલેકટરને રૂબરૂ ફરિયાદ કરી છે. આ વિસ્તારમાં આવાબાઇ હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં આ વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવાની પરવાનગી ન આપવા તેમણે માગ કરી છે. ધ્વનિ પ્રદૂષણથી અનેક હોસ્પિટલના દર્દીઓ અને તબીબોને ભારે માનસિક ત્રાસનો સામનો કરવો પડતા તબીબોએ મોરચો માડ્યો છે.

28 જૂલાઇ 2014ના રોજ તત્કાલિન અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આઇ.જે.માલીએ શહેરના આઝાદ ચોકથી તિથલ ચાર રસ્તા સુધીના ગૌરવપથના 100 મીટર ત્રિજિયાના વિસ્તારને સાઈલન્ટ ઝોન તરીકે ...અનુસંધાન પાના નં.2

સાઈલન્ટ ઝોનના નિયમનો અમલ કરાતો નથી

આવાબાઇ સ્કૂલ ગ્રાઉન્ડ 100 મીટર ત્રિજિયામાં છે છતાં સાઈલન્ટ ઝોનના નિયમનો અમલ થતો નથી તેવી ફરિયાદ કરતા કલેકટર સી.આર.ખરસાણને તબીઓએ કહ્યું કે,2017માં પણ ધ્વનિ પ્રદૂષણની ફરિયાદ કરી હતી, પરંતુ તે વખતે પણ કલેકટર ધ્યાન આપી શક્યા ન હતા.

તમે સાઈલન્ટ ઝોનની જાગૃતિ માટે શું કર્યું ?

તબીબોની રજૂઆત સાંભળીને કલેકટર સી.આર.ખરસાણે ટકોર કરતા કહ્યું કે, ગૌરવપથ વિસ્તારમાં સાઈલન્ટ ઝોનનો અમલ કરવા અમોએ જાહેરનામુ બહાર પાડ્યું છે. જાગૃત નાગરિક તરીકે તમોએ લોક જાગૃતિ લાવવા શું કર્યુ તેવો સવાલ પણ કર્યો હતો. તેમણે કહ્યું, અમલ લોકોએ કરવાનો છે. તબીબોએ કહ્યું કે, જાગૃત નાગરિકે અવેરનેસ ફિલ્મ યુ ટ્યુબ પર મૂકી હતી જેની આપને પણ જાણ કરાઇ હતી.

X
Valsad - વલસાડના આવાંબાઇ ગ્રાઉન્ડના ગરબા સામે 115 તબીબ મેદાનમાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App