જુગારીઓ પર તવાઈ: વલસાડ અને ધરમપુરમાંથી 16 ઝડપાયા

વલસાડના શહેરના શહીદ ચોક પર બુધવારે મોડી રાતે હરિજનવાસમાં જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમી સિટી પોલીસ મથકમા હાજર...

DivyaBhaskar News Network | Updated - Sep 07, 2018, 04:40 AM
Valsad - જુગારીઓ પર તવાઈ: વલસાડ અને ધરમપુરમાંથી 16 ઝડપાયા
વલસાડના શહેરના શહીદ ચોક પર બુધવારે મોડી રાતે હરિજનવાસમાં જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમી સિટી પોલીસ મથકમા હાજર અ.પો.કો.રાજકુમાર કરૂણાશંકર,ક્રિપાલસિંહ,યોગેશભાઇ,મહેન્દ્ર ચૂડામણ વિગેરેનને મળતાં ટીમ બનાવી જુગારના સ્થળે તાત્કાલિક રેડ પાડી હતી.જ્યાં પહોંચતા હરિજનવાસમાં રાત્રે 11 વાગ્યાના સુમારે લાઇટના થાંભલા નીચે બેસી ખુલ્લામાં કુંડાળામાં બેસી 8 ઇસમ તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતા.પોલીસને જોઇ આ ઇસમોએ જગ્યા છોડી ભાગવાની કોશિશ કરતા પોલીસની ટીમે કોર્ડન કરી તેમને ઘેરી લીધા હતા.આ તમામ જૂગારિયાઓ ધોબીતળાવ જૂના હરિજનવાસના રહીશ હોવાનું બહાર આવ્યું હતું.જેમની પાસેથી કુલ રૂ.33,470ની રોકડ રકમ કબજે કરી જૂગારધારા હેઠળ ધરપકડ કરાઇ હતી.

વલસાડ પોલીસે પંકજ મુકેશ સોલંકી, ધનસુખ પોખરાજ વાલોદરા, રમેશ બાબુ દલગસ, પ્રવિણ બાબુ કંડારા, વિજય બાબુલાલ સોલંકી, તુષાર પ્રદિપ કવાલિયા, ઇશ્વર છગન વાલોદરા, મહેશ મણિલાલ સોલંકી વગેરે સામે કાર્યવાહી હાથ ધરી હતી.

ધરમપુર પોલીસે ખારવેલ, નગારીયા સિદ્ધિપાઇપ કંપનીની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક માણસો લાઇટના અજવાળે ગંજીપત્તાથી પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમે છે એવી મળેલી બાતમીના આધારે છાપો માર્યો હતો. પોલીસને નિહાળી નાસવા લાગેલા મીનેશ પગિયાર, વાંકલ, વિહાર ખંબાતી, ધરમપુર, કેતન મેરાઈ,ધરમપુર, ધર્મેશ પટેલ, ધરમપુર, બ્રિજેશ ભરવાડ, બારોલીયા, કુલદીપ ચૌધરી, ધરમપુર નગારીયા, પ્રિયેશ ચૌધરી, ધરમપુર નગારીયા અને શહજાદ મજુદ શેખ, ધરમપુરને પકડી પાડી ગંજીપાના-52 અને અંગઝડતીના રૂપિયા 11,430નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

X
Valsad - જુગારીઓ પર તવાઈ: વલસાડ અને ધરમપુરમાંથી 16 ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App