• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • વૃધ્ધને બદનામ કરવાની ધમકી આપી 3 યુવકે 3.30 લાખ ખંખેર્યા

વૃધ્ધને બદનામ કરવાની ધમકી આપી 3 યુવકે 3.30 લાખ ખંખેર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડના હાલરરોડ પર એક બંધ ગેસ્ટ હાઉસમાં વૃધ્ધ એક યુવકને બોલાવી તેની પાસે હસ્તમૈથુન કરવાતો હતો. વૃધ્ધની આ અભદ્ર હરકતોને આ યુવકે જાહેર કરી દેવાની ધમકી આપી વૃધ્ધ પાસે થી રૂ.3,30 લાખ ખંખેરી લીધા હોવાનો બનાવ પ્રકાશ માં આવતાં ભદ્ર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલરરોડ પર આવેલા વિશ્વકર્મા ભુવનમાં પહેલામાળે ધીરજ ગેસ્ટ હાઉસ આવેલું છે. વિનોદભાઈ ધીરૂભાઈ પાંચાલ ઉવ.78 રહે.402-એ, રિધ્ધી સિધ્ધી એપાર્ટ. મુલ્લાવાડી તેનો વહીવટ કરી રહ્યા છે. છેલ્લા બે માસથી કોઈ ગ્રાહક ન આવતાં ગેસ્ટહાઉસ બંધ હાલતમાં છે. અગાઉ 7-8 માસ પહેલા અભિષેક અનિલ પાંડે, રહે. રેલ્વે કોલોની ગેસ્ટહાઉસમાં રોકાવા આવ્યો હતો. તે અવાર નવાર આવતાં તેની ઓળખાણ વિનોદ પાંચાલ સાથે થઈ હતી. અભિષેક પાંડે વિનોદના ફ્લેટ પર પણ જતો હતો. એકલવાયું જીવન જીવતા વિનોદ ભાઈ કોઈ સ્ત્રીના સંપર્કમાં ન હોવાથી અભિષેક તેમને હસ્તમૈથુન કરાવતો હતો. આ ઘટના બાદ અભિષેક વિનોદ પાસે રૂપિયા માંગતાં પહેલા આપ્યા ન હતા, પરંતુ અભિષેકે હસ્તમૈથુનવાળી વાત બધાને કરી દઈશ અને પોતે પોલીસનો માણસ હોવાની દમ દાટી આપી પ્રથમ રૂ.500 પડાવ્યા હતા.

આટલા પૈસા ઓછા પડતાં ફરીવાર અભિષેકે વિનોદ પાસે વધારે રૂપિયા માંગતો તેમણે ગેસ્ટહાઉસની નીચે આવેલી ઈન્ડીયન બેન્કનો રૂ.10 હજારનો ચેક આપ્યો હતો. આ ઘટનાક્રમ હવે રોજનો થઈ ગયો હતો.વિનોદ પાસે અભિષેક તેના ચારેક મિત્રો રવિ કશવાલા, નિતીન મારૂ, આમિલ સૈયદ અને અબ્દુલા શેખને લઈ આવતો અને હસ્તમૈથુનવાળી વાત તમામને કરશે અને બદનામ કરવાની, પોલીસના માણસ છીએ તેમ જણાવી બળજબરીપૂર્વક ધીરે ધીરે રોકડા અને ચેક મળી કુલ રૂ.3,30,000 કઢાવી લીધા હતા. . આ મામલે વિનોદ પાંચાલે અભિષેક અને તેના મિત્રો વિરૂધ્ધ બળજબરીથી રોકડા અને ચેક દ્વારા રૂ.3,30 લાખ કઢાવી લેતાં સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલતો આ કેસમાં 3ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડના એક વૃધ્ધને હસ્તમૈથુનની વાત જાહેર કરી દેવાની ધમકી આપી રૂ.3,30 લાખ ખંખેરી લેનારા 3ને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે આ કેસમાં અભિષેક અનિલ પાંડે, રવિકાંત કશવાલા અને અબ્દુલા યાસીન શેખને મંગળવારે સાંજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેમના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

વૃધ્ધને બ્લેકમેઇલીંગ કરનાર ત્રણેય યુવકો પોલીસના સકંજામાં

બેંકના કર્મચારીઓ પોલીસને જાણ કરતા ત્રણેય ભેરવાયા
મંગળવારે આ ટોળકીએ વધુ રૂ.25000ની માંગ કરતાં વિનોદભાઈ ઈન્ડસઈન્ડ બેન્કમાં પૈસા ઉપાડવા ગયા હતા. તે દરમિયાન બેન્કના સ્ટાફે આટલાબધા રૂપિયા ની કેમ જરૂર પડી, ત્યારે વિનોદભાઈએ જણાવ્યું કે આ ઈસમ મારી પાસે બળજબરીપૂર્વક રૂપિયા માગે છે. જેથી બેન્કવાળાએ પોલીસને જાણ કરતાં પોલીસ બધાને ઉચકી ગઈ હતી

અન્ય સમાચારો પણ છે...