• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • જિલ્લામાં આ વર્ષે પ્રથમવાર લેપ્ટો. નો કેસ આરોગ્ય વિભાગના

જિલ્લામાં આ વર્ષે પ્રથમવાર લેપ્ટો. નો કેસ આરોગ્ય વિભાગના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં આ વર્ષે પ્રથમવાર લેપ્ટો. નો કેસ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયો છે. વલસાડ નજીકના એક ગામના 28 વર્ષીય યુવાનને ગત 24મી જુલાઈએ તાવ આવતાં સારવાર ચાલી રહી હતી. તાવ વધતાં તેને તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં તેના મેડિકલ રિપોર્ટમાં લેપ્ટો.પોઝીટીવ જણાતા તેને એક અલાયદા સ્પેશ્યલ વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે.

છેલ્લા કેટલાય વર્ષોથી લેપ્ટો.જેવા જીવલેણ રોગની ઝપેટમાં વલસાડ જિલ્લો રાજ્યમાં અગ્રેસર રહેતો હતો. પરંતુ ગત બે-ત્રણ વર્ષથી આરોગ્ય વિભાગની અસરકારક કામગીરીને લઈ લેપ્ટો.માથું ઉચકવાનું નામ લેતો ન હતો. ચોમાસામાં ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારમાં લેપ્ટો.વધુ જોવા મળતો હતો. ખૂલ્લા પગે ખેતીનું કામ કરતાં ખેડૂતો, કામદારો અને મજૂરો તેની ઝપેટમાં આવતાં હોય છે. આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ ભારે વરસાદ વરસતાં તેની અસર જોવા મળી રહી છે. સામાન્ય તાવથી શરૂઆત થયા બાદ તાવમાં કોઈ ફરક ન પડતો હોય તો મેડિકલ તપાસ કરાવી જરૂરી છે. વલસાડ નજીકના એક ગામનો યુવાન તાવમાં સપડાતાં તેને સિવિલમાં દાખલ કરાયો છે, જ્યાં તેના તમામ રિપોર્ટ ચેક કરતાં તેને પોઝીટીવ લેપ્ટો.ના લક્ષણો જોવા મળ્યા હતા. આરોગ્ય વિભાગ ના મતે હાલ તે નોર્મલ છે, અને તેની યોગ્ય સારવાર ચાલી રહી છે. બે-ત્રણ દિવસમાં કદાચ રજા પણ આપી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...