• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • નવા પ્રેમી સાથે મળી જૂનાની હત્યા કરવામાં જામીન રદ

નવા પ્રેમી સાથે મળી જૂનાની હત્યા કરવામાં જામીન રદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામ તાલુકાના તુંબ ગામે નવા પ્રેમી સાથે મળીને પહેલા પ્રેમીને મોતના ઘાટ ઉતારી દેવાના કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલી સગીરાના જામીન સેશન્સ કોર્ટે ફગાવી દીધાં છે.પ્રથમ પ્રેમી સાથેનો સંબંધ નડતરરૂપ બનતા બીજા પ્રેમી અને સગીરાએ રેલવે ટ્રેક પાસે લોખંડના સળિયા અને અેંગલથી માથાના ભાગે હુમલો કરી પતાવી લાશને રેલવે ટ્રેક પર ફેંકી અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે તુંબ ગામે રહેતો પિન્ટુ નામનો યુવક 13 જાન્યુઆરી 2018ના રોજ સંજાણ ખાતે ક્રિકેટ મેચ રમવા ગયો હતો ત્યારબાદ ઘરે પરત થયો ન હતો. બીજા દિવસ 14 જાન્યુઆરીએ રાત્રે 2 વાગ્યે પોલીસે તેના ઘરવાળાઓને જાણ કરી કે એક છોકરાની લાશ રેલવે ટ્રેક પરથી મળી છે.જે જોવા માટે માતા શકુલીબેન અને પાડોશીઓ સાથે જઇને જોતા ટ્રેન નીચે કપાઇ ગયેલી હાલતમાં મળી આવેલી લાશ તેમના પૂત્રની જ હોવાનું માલૂમ પડ્યું હતુ.દરમિયાન ટ્રેકની બાજૂમાં થોડે દૂર લોહિના ડાઘા અને લોખંડનો સળિયો અને ચપ્પલ મળી આવી હતી.આ કેસની ફરિયાદ બાદ તપાસમાં પિન્ટુ સાથે પ્રેમ સંબંધ ધરાવનાર એક સગીર પ્રમિકા અને તેના બીજા પ્રેમીએ પિન્ટુ નડતર હોવાથી તેને મોતને ઘાટ ઉતારી હત્યાને રેલવે ટ્રેન હેઠળ અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયત્ન ...અનુંસંધાન પાના નં. 2

અન્ય સમાચારો પણ છે...