તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Valsad વલસાડમાં મોબાઇલ ટાવર વિરૂદ્ધ કાર્યવાહી કરવા રિ. કમિ.નો આદેશ

વલસાડમાં મોબાઇલ ટાવર વિરૂદ્ધ કાર્યવાહી કરવા રિ. કમિ.નો આદેશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગૌરવપથને લાગૂ રતનજી ફકીર સોસાયટીની ભરચક વસતીમાં મોબાઇલ ટાવર ઊભું કરવા સામે રિજનલ કમિશ્નરે પાલિકાના અધિકારીઅોને કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. આ પ્રકરણમાં રહીશોની સમંતિ વિના ટાવરને મંજૂરી આપવા મામલે વાંધા અરજીઅોને અભરાઇઅે ચઢાવી દેવામાં આવી હોવાની ફરિયાદ કરાઇ હતી.

રતનજી ફકીર સોસાયટીમાં અેપાર્ટમેન્ટો અને બંગલાઅોની હારમાળા છે.અહિં 200થી વધુ પરિવારો બંગલા અને અેપાર્ટમેન્ટોમાં વસવાટ કરે છે. આ ઉપરાંત આ વિસ્તારમાં 2 હોસ્પિટલો કાર્યરત છે,જેમાં મોટી સંખ્યામાં દર્દીઅો સારવાર લેતા હોય છે.આ સોસાયટીના અેપાર્ટમેન્ટના ટેરેસ પર મોબાઇલ ટાવર ઊભું કરવામાં આવ્યું છે,જેની સ્થાનિક રહીશો અને સાસાયટીઅોના હોદ્દેદારોની સંમતિ નહિ લેવાતા રોષ ફેલાયો છે. રહીશોઅે પાલિકાને 2 માસથી 3 વાર વાંધા અરજી કરી આ ટાવર દૂર કરવાની માગણી કરી હોવા છતાં કોઇ કાર્યવાહી કરાતી નથી. રહીશોઅે અા મામલો સુરત રિજનલ કમિશ્નર કચેરી સમક્ષ રજૂ કરી પાલિકાઅે વાંધા અરજી અભરાઇઅે મૂકી મોબાઇલ ટાવર સામે કોઇ પગલાં ન ભર્યા હોવાની ફરિયાદ કરી હતી.જેના પગલે કમિશ્નરે 7 દિવસમાં કાર્યવાહી કરવા પાલિકાને આદેશ કર્યો છે.

પાલિકા સંતોષજનક જવાબ આપતી નથી
કલેકટર અને મામલતદારને કરાયેલી ફરિયાદ બાદ પાલિકાને કાર્યવાહી કરવા સૂચના અપાઇ હતી,પરંતુ ત્યારબાદ તપાસ કરતા પાલિકા કોઇ સંતોષજનક જવાબ અાપતી નથી. જેથી રિજનલ કમિશ્નરને કરાયેલી ફરિયાદ બાદ કાર્યવાહી કરવાનો આદેશ થયો છે. જ્યોતિ તમાકુવાલા, અરજદારગૌરવપથને લાગૂ રતનજી ફકીર સોસાયટીની ભરચક વસતીમાં મોબાઇલ ટાવર ઊભું કરવા સામે રિજનલ કમિશ્નરે પાલિકાના અધિકારીઅોને કાર્યવાહી કરવા આદેશ કર્યો છે. આ પ્રકરણમાં રહીશોની સમંતિ વિના ટાવરને મંજૂરી આપવા મામલે વાંધા અરજીઅોને અભરાઇઅે ચઢાવી દેવામાં આવી હોવાની ફરિયાદ કરાઇ હતી.

રતનજી ફકીર સોસાયટીમાં અેપાર્ટમેન્ટો અને બંગલાઅોની હારમાળા છે.અહિં 200થી વધુ પરિવારો બંગલા અને અેપાર્ટમેન્ટોમાં વસવાટ કરે છે. આ ઉપરાંત આ વિસ્તારમાં 2 હોસ્પિટલો કાર્યરત છે,જેમાં મોટી સંખ્યામાં દર્દીઅો સારવાર લેતા હોય છે.આ સોસાયટીના અેપાર્ટમેન્ટના ટેરેસ પર મોબાઇલ ટાવર ઊભું કરવામાં આવ્યું છે,જેની સ્થાનિક રહીશો અને સાસાયટીઅોના હોદ્દેદારોની સંમતિ નહિ લેવાતા રોષ ફેલાયો છે. રહીશોઅે પાલિકાને 2 માસથી 3 વાર વાંધા અરજી કરી આ ટાવર દૂર કરવાની માગણી કરી હોવા છતાં કોઇ કાર્યવાહી કરાતી નથી. રહીશોઅે અા મામલો સુરત રિજનલ કમિશ્નર કચેરી સમક્ષ રજૂ કરી પાલિકાઅે વાંધા અરજી અભરાઇઅે મૂકી મોબાઇલ ટાવર સામે કોઇ પગલાં ન ભર્યા હોવાની ફરિયાદ કરી હતી.જેના પગલે કમિશ્નરે 7 દિવસમાં કાર્યવાહી કરવા પાલિકાને આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...