તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Valsad અતુલ ક્લબમાં રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધા યોજાશે

અતુલ ક્લબમાં રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધા યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ નજીકના અતુલ ખાતે આવેલી અતુલ વિદ્યાલય ભારતભરમાં સીઆઈએસસીઈ બોર્ડ ની શાળાઓમાં એક આગવું સ્થાન ધરાવે છે. તેના દ્વારા અતુલ ક્લબ ખાતે બે દિવસીય નેશનલ તરણ સ્પર્ધાનું આયોજન કરાયું છે. 5 અને 6 ઓક્ટો.ના રોજ યોજાનાર તરણ સ્પર્ધામાં 12 રિજીયનના 313 સ્પર્ધકો ભાગ લેનાર છે. ઉપરાંત યુએઈના દુબઈથી 9 સ્પર્ધકો પણ આ તરણ સ્પર્ધામાં ભાગ લેવા આવનાર છે.

અતુલ ક્લબ ખાતે બુધવારે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં સંસ્થાના ટ્રસ્ટી ડો.વિસ્નોઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વિશ્વસ્તરીય ઓલમ્પિક માપના ધારાધોરણ અનુસારના તરણકુંડની સુવિધા અને જરૂરી માળખાકીય સગવડો સાથે અતુલ લિમિટેડ ના સહયોગથી અતુલ વિદ્યાલય આ 5મી નેશનલ એક્વેટીક તરણ સ્પર્ધાનું આયોજન કરી રહી છે. 5મી ઓક્ટો. સવારે 9:45થી બપોરે 3:45 સુધી અને 6ઠ્ઠી ઓક્ટો.સવારે 8 થી 11:30 સુધી યોજાનાર તરણસ્પર્ધા માં રસ ધરાવતા લોકોને અતુલ ક્લબ ખાતે સ્પર્ધા નિહાળવા જણાવાયું છે. સ્પર્ધાના ઉદઘાટન પ્રસંગે 5મી ઓક્ટો. સવારે 9 કલાકે એશિયન ગેમ્સમાં ભારતની સ્વિમીંગટીમના યુવાસ્પર્ધક અને ગુજરાતના ગૌરવ સમાન અંશુલ કોઠારી ખાસ ઉપસ્થિત રહી અતિથિ વિશેષ પદ શોભાવશે. જ્યારે સ્પર્ધાના સમાપન પ્રસંગે 6 ઓક્ટો.સવારે 11 કલાકે સીઆઈએસસીઈના સેક્રેટરી કેવી વિસેન્ટ અને મહારાષ્ટ્ર રિજીયનના મંત્રી પેરીન બાગલી વિશેષ અતિથિ તરીકે હાજર રહેશે. બુધવારની પ્રેસ કોન્ફરન્સમાં કંપનીના એચઆર ગૌતમ દેસાઈ, વિદ્યાલયના આચાર્યા તેમજ સ્પોર્ટ કોચ મનોજસિંગ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...