તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • PM ધરમપુર કપરાડાની પાણી યોજનાનું ખાતમુહૂર્ત કરશે

PM ધરમપુર- કપરાડાની પાણી યોજનાનું ખાતમુહૂર્ત કરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડના જૂજવામાં 23 ઓગષ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જિલ્લાના અંતરિયાળ તાલુકા ધરમપુર અને કપરાડામાં રૂ.600 કરોડની અસ્ટોલ પાણી યોજનાનું ખાતમૂહુર્ત કરશે.જ્યારે વલસાડ સહિત રાજ્ચના 24 જિલ્લામાં રૂ.1400 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાપર્ણ પણ કરશે.જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી બેઠકમાં કેબિનેટ આદિજાતિ મંત્રીની બેઠકમાં સભાની કામગીરીનો તાગ મેળવ્યો હતો.

ધરમપુર તાલુકાના 50 અને કપરાડા તાલુકાના 125 ગામમાં પાણીની ભારે તંગી વર્તાઇ રહેલી છે.વર્ષોથી આ બંન્ને તાલુકામાં આદિવાસીઓને પાણીની ભયંકર સમસ્યાનો સામનો કરવો પડતાં અહિં રૂ.600 કરોડની અસ્ટોલ પાણી યોજનાનુું ખાતમૂહુર્ત 23 ઓગષ્ટે કરવા માટે વડાપ્રધાન વલસાડ આવી રહ્યા છે.જેના માટે આદિજાતિ મંત્ર ગણપતસિંહ વસાવા,રાજ્ય આદિજાતિ મંત્રી રમણભાઇ પાટકર, નવસારી સાંસદ સી.આર.પાટિલ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરત જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓની બેઠક વલસાડ કલેકટર કચેરી ખાતે મળી હતી.જેમાં મંત્રીઓએ સભાની તૈયારીનો તાગ મેળવ્યો હતો.ખાસ કરીને પાર્કિંગ અને બેઠક વ્યવસ્થા પર ખાસ ભાર મૂકાયો છે. 24 જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1389 લાભાર્થીઓને આવરી લેવાયા છે તેની વિગતો મેળવી વડાપ્રધાન આ લાભાર્થીઓને યોજનાનું લોકાપર્ણ કરશે.બેઠકમાં જિ.ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇ, જિ.પં.પ્રમુખ મણીલાલ પટેલ, ધારાસભ્યો ભરતભાઇ પટેલ, અરવિંદ પટેલ, નરેશ પટેલ, પિયુષ દેસાઇ,મોહન ઢોડિયા, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, કિરણબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક બાદ સ્થળ ચકાસણી કરાઇ
વલસાડના જૂજવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા માટે ભવ્ય શામિયાણાંનું બાંધકામ લગભગ પૂર્ણ થવા તરફ જઇ રહ્યું છે ત્યારે મંત્રી ગણપતસિંહ વસાવા અને તેમની ટીમે જૂજવાની મૂલાકાત લઇ શામિયાણાનું નિરીક્ષણ કર્યું હતુું.જરૂરી સૂચના આપી પાર્કિંગ અને બેઠક વ્યવસ્થા અંગે સૂચનો કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...