તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Valsad વલસાડ પાલિહિલ બંગલામાંથી ગરોળી પ્રજાતિની પાટલા ઘો પકડાઇ

વલસાડ પાલિહિલ બંગલામાંથી ગરોળી પ્રજાતિની પાટલા ઘો પકડાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડના તિથલ રોડ પર પાલિહિલ વિસ્તારના અેક બંગલામાંથી ગરોળી પ્રજાતિની વિશાળ પાટલા ઘો અનિમલ રેસ્ક્યુ ગ્રુપના સ્વંયસેવકોઅે પકડી પાડી હતી.આ મોટાકદની પાટલા ઘોને રેસ્કયુ ગ્રુપે વલસાડના વન વિભાગને સોંપી દીધી હતી.

તિથલ રોડ પર પાલિહિલમાં યોગી પાર્ક બંગલામાં શુક્રવારે પાટલા ઘો નિકળતા રહીશોમાં ભારે દોડધામ મચી ગઇ હતી.પાલિહિલ નં.3,172 યોગી પાર્કમાં રહેતા નિલેશ અજાગિયાના બંગલામાં પાટલા ઘો આવી પડતાં તેમણે તાત્કાલિક વલસાડના અેનિમલ રેસ્ક્યુ ગ્રુપના સ્વંયસેવક અમિત પટેલને ફોન કરતા તેઅો તાત્કાલિક ધસી આવ્યા હતા.બંગલામાં શોધખોળ કરતા ખૂણામાં સંતાઇ ગયેલી પાટલા ઘો પકડવા જતાં હાથ લાગી ન હતી.પરંતુ સતત પ્રયાસો કર્યા બાદ રેસ્ક્યુ ગ્રુપે તેને ઝડપી લીધી હતી. ત્યારબાદ ચણવઇ વન વિભાગને સુપરત કરી હતી.

પાટલા ઘો કરડે તો તે ભાગ સડી જાય છે
પાટલા ઘો મહદઅંશે લોકોને હાનિ પહોંચાડતી નથી.તે લપાઇને ફરતી હોય છે.જમીનમાં દર ખોદીને કે ખાડા ટેકરાવાળી જમીનમાં દરમાં રહે છે.કોઇક કારણસર ઘરમાં આવી ગઇ હતી.આ પાટલા ઘો કોઇને કોઇક સંજોગોમાં કરડી લે તો તેટલો ભાગ સડવા માડે છે. અમિત પટેલ,અેનિમલ રેક્સ્યુ ગ્રુપ,વલસાડ

અન્ય સમાચારો પણ છે...