તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Valsad વલસાડની રેલવે ગોદી પરિસરના ઝાડી કચરામાં આગથી દોડધામ

વલસાડની રેલવે ગોદી પરિસરના ઝાડી-કચરામાં આગથી દોડધામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડની રેલવે ગોદીના પરિસરમાં ઝાડીઝાંખરા અને કચરામાં કોઇ અગમ્ય કારણસર વહેલી મળસ્કે આગ ફાટી નિકળતા અગ્નિના લપકારા ઉઠયા હતા.જેના પગલે ફાયર બ્રિગેડ અને રેલવે તંત્રમાં દોડતા થઇ ગયાં હતા.જો કે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી.

પશ્ચિમ રેલવેની વલસાડની ગોદીના કમ્પાન્ડમાં સ્ટેશનથી મોગરાવાડી તરફ જતા રસ્તા નજીક ઝાડી અને કચરાનો મોટો ઢગલો પડ્યો હતો.આ કચરો અને ઝાડીનો મોટો ભરાવો થઇ જતાં પરોઢિયે કોઇ અગમ્ય કારણસર આગ પકડી લીધી હતી.ધીમે ધીમે આગ પ્રસરવા માડતાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.જેની તાત્કાલિક જાણ થતાં જ રેલવે તંત્રના અધિકારીઅો દોડી આવ્યા હતા.વલસાડ ફાયર બ્રિગેડને જાણ કરાતા બંબા લઇને જવાનો ઘટના સ્થળે ધસી આવી આગ પર કાબૂ મેળવવા પાણીના ફુવારાનો મારો ચલાવાયો હતો.પરિણામે અડધાથી પોણા કલાકમાં આગ બૂઝાવવા સફળતા મળી હતી. ગોદીના પરિસરમાં લાગેલી આગના લપકારા ઉંચે સુધી ઉઠતાં આસપાસના રહેઠાણ વિસ્તારના લોકો અને રહીશો ઉઘમાંથી જાગી ગયા હતા.આગનું ઉગ્ર સ્વરૂપ જોતાં રહીશોમાં ગભરાટ ફેલાય ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...