તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય વંચિત લોકમંચ સંગઠનમાં વલસાડ ધરમપુરના રાજપૂરી

ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય વંચિત લોકમંચ સંગઠનમાં વલસાડ ધરમપુરના રાજપૂરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય વંચિત લોકમંચ સંગઠનમાં વલસાડ ધરમપુરના રાજપૂરી તલાટના ગુજરાતી લેખિકા જિજ્ઞાસા પટેલની મહિલા અને બાળ વિકાસ શાખામાં પ્રદેશ અધ્યક્ષ તરીકેની નિમણુંક થઈ છે. રાષ્ટ્રીય વંચિત લોક મંચ દેશના વિવિધ રાજ્યોમાં આદિવાસી અને વંચિતો માટે કાર્યરત છે.

આ સંગઠનમાં દેશના વિવિધ રાજ્યોના હોદેદારોની યોજાયેલી ચૂંટણીમાં ગુજરાત, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તેલંગાણા, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ અને બિહાર રાજ્યમાં ચૂંટણીમાં અંતિમ પરિણામ જાહેર કરાયા હતા જેમા ધરમપુરના રાજપૂરી તલાટ ગામની મહિલા ઉમેદવાર અને ગુજરાતી લેખિકા અને અભિનેત્રી જીજ્ઞાશા પટેલની મહિલા અને બાળ વિકાસ શાખામાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકેની નિમણૂંક કરાય છે. રાષ્ટ્રીય વંચિત લોકમંચના રાષ્ટ્રીય અધ્યક્ષ સચિન સરવટે તથા રાષ્ટ્રીય સચિવ નીરજ ચૌહાણે આ જાહેરાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...