તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Valsad વલસાડના 3 ફ્લાય અોવર મુદ્દે સામાન્ય સભામાં નિર્ણય લેવાશે

વલસાડના 3 ફ્લાય અોવર મુદ્દે સામાન્ય સભામાં નિર્ણય લેવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સતત વધી રહેલા ટ્રાફિકના ભારણથી વાહનોની લાંબી કતારો જામતા શહેરીજનોને ભારે પરેશાની
વલસાડ શહેરની ભૌગોલિક રચના જોતા વર્ષોથી સાંકડા રસ્તા અને મોકળાશભર્યા વિસ્તારોના અભાવે ટ્રાફિક સમસ્યા વકરતી જાય છે. હવે વાહનોની સંખ્યા દિનપ્રતિદિન વધવાથી રસ્તાઅો પર ટ્રાફિકનું ભારણ સતત વધતું જતાં રસ્તાઅો પર વાહનોની લાંબી કતાર જામતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.ગત ટર્મમાં પાલિકાના પૂર્વ પ્રમુખ સોનલબેન સોલંકીના વહીવટ દરમિયાન બેચર રોડથી મોગરાવાડી અોવરબ્રિજ માટે વિચારણા થઇ હતી.જો કે હવે પાલિકાના અપક્ષ સભ્ય નિતેશ વશી અને ઝાકિર પઠાણે ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે પાલિકાની આગામી સામાન્ય સભામાં શહેરમાં 3 ફ્લાયઅોવર બ્રિજ સરકાર દ્વારા બનાવવામાં આવે તેવી દરખાસ્ત મંજૂર કરવા પ્રમુખ પંકજ આહિર સમક્ષ ગુજરાત નગરપાલિકા અધિનિયમ 51/3 હેઠળ દરખાસ્ત કરી છે.

આ અંગે હવે પાલિકાની અોકટોબરની સામાન્ય સભામાં ચર્ચા અને નિર્ણયની કાર્યવાહી હાથ ધરાશેે. જો કે આ મુદ્દે ભાજપ શાસકો સામાન્ય સભામાં અન્ય સભ્યોના મંતવ્યો અને ચર્ચા બાદ નિર્ણય લેશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા દાયકામાં વલસાડ શહેરના વિસ્તાર અને વસ્તીમાં 40 ટકાથી વધુનો વધારો થયો છે. જેના કારણે શહેરના મહત્વના તમામ માર્ગો પર પીક અવર્સમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે.

શહેરના આ પોઇન્ટો પર ટ્રાફિક સમસ્યા નિવારવા ફ્લાય અોવર બનાવવા જરૂરી
પોલિસ અધિક્ષકની કચેરી સર્કલ પાસે સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલથી જીલ્લા પંચાયત કચેરીના ગેટ સુધી કલ્યાણબાગ નવરંગ સર્કલ પાસે કોર્ટના ગેટથી બેચર રોડ તરણકુંડ સુધી તિથલ રોડ ચાર રસ્તા નજીક કોટક બેંકથી તિથલ રોડ શીલાપાર્ક સુધી

તરિયા વાડથી હનુમાન ભાગડાના પીચિંગ પર કોઝવે બનાવવા માટે દરખાસ્ત કરાઈ
ફ્લાય અોવર ઉપરાંત શહેરના તરિયાવાડથી હનુમાન ભાગડા તરફ જતા વચ્ચે આવતા પીચિંગ ઉપર પણ કોઝવે બનાવવા દરખાસ્ત રજૂ કરાઇ છે. ચોમાસામાં આ પીચિંગ પર અૌરંગાના પાણી ફરી વળતા ઉપયોગ કરી શકાતો નથી. કોઝ વેથી ટ્રાફિકના આવાગમનમાં રાહત મળશે તેવી માગ કરાઇ છે તથા ચોમાસાની તકલીફનું પણ નિવારણ આવી જશે.

અન્ય સમાચારો પણ છે...