તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • વલસાડ જિલ્લા કોંગ્રેસની સભા મળી નવનિયુક્ત જિલ્લા પ્રમુખનો ચાર્જ સંભાળ્યો

વલસાડ જિલ્લા કોંગ્રેસની સભા મળી નવનિયુક્ત જિલ્લા પ્રમુખનો ચાર્જ સંભાળ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ દિનેશ પટેલે મંગળવારે ડો.મોઘાભાઇ હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના કોંગ્રેસના હોદ્દેદારો અને ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં ચાર્જ સંભા‌ળી લીધો હતો.આ પ્રસંગે તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

પ્રદેશ કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રહી ચૂકેલા કિશનભાઇ પટેલ બાદ હવે નવા પ્રમુખ તરીકેનું સૂકાન ઉમરગામના વલવાડાના જૂના કોંગ્રેસ કાર્યકર દિનેશ ભાણાભાઇ પટેલને સોંપવામાં આવ્યું છે.જેમની પસંદગી મોવડી મંડળે કર્યા બાદ મંગળવારે તેમને વિધિવત ચાર્જ સોંપવામાં આવ્યો હતો.આ પ્રસંગે જીતુભાઇ ચૌધરી,જિ.પં.ના વિપક્ષ નેતા ભોલાભાઇ પટેલ,મિલન દેસાઇ,દમણના માજી સાંસદ ડાહ્યાભાઇ પટેલ,વલસાડ પાલિકાના વિપક્ષ નેતા ગીરીશભાઇ દેસાઇ,મહિલા મોરચા પ્રમુખ જયશ્રી પટેલ સહિત જિલ્લા તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.આ તબક્કેે દિનેશભાઇએ જિલ્લામાં તમામ તાલુકામાં કોંગ્રેસને વધુ મજબૂત કરવા માટે તમામ પ્રયાસો કરાશે તેવી લાગણી વ્યકત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...