વલસાડ|માર્ચ-2018માં ધોરણ -10માં 70 ટકા કે તેથી વધુ માર્કસ મેળવી

વલસાડ|માર્ચ-2018માં ધોરણ -10માં 70 ટકા કે તેથી વધુ માર્કસ મેળવી પાસ થનાર અને ધોરણ-11વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવનાર...

DivyaBhaskar News Network | Updated - Jul 12, 2018, 04:20 AM
વલસાડ|માર્ચ-2018માં ધોરણ -10માં 70 ટકા કે તેથી વધુ માર્કસ મેળવી
વલસાડ|માર્ચ-2018માં ધોરણ -10માં 70 ટકા કે તેથી વધુ માર્કસ મેળવી પાસ થનાર અને ધોરણ-11વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય (ખાનગી ટયુશન સહાય) આપવામાં આવશે. જે માટે વિદ્યાર્થીના વાલીની આવક 1.50 લાખ કે તેથી ઓછી હોવી જરૂરી છે. જે વિદ્યાર્થીઓને ધોરણ-11માં ટયુશન સહાય મળી હશે તેવાજ વિદ્યાર્થીઓ ધોરણ-12 માટે રીન્યુઅલ ટયુશન સહાય મળવાપાત્ર થશે. સહાય માટેની અરજી પ્રેસનોટ પ્રસિદ્ધ થયા તારીખથી એક માસ સુધીમાં મોકલી આપવાની રહેશે. નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. આ સહાય માટેના નિયત ફોર્મ મેળવવા માટે નાયબ નિયામક (અનુસૂચિત જાતિ કલ્‍યાણ), જિલ્લા સેવાસદન-2, ચોથો માળ, તિથલ રોડ, વલસાડનો રૂબરૂ તેમજ વધુ જાણકારી માટે કચેરીના ટેલીફોન નંબર 02632-242616 ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.

X
વલસાડ|માર્ચ-2018માં ધોરણ -10માં 70 ટકા કે તેથી વધુ માર્કસ મેળવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App