1

Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Valsad » વલસાડમાં હનુમાનભાગડા પીચિંગ,લીલાપોર અને કૈલાસરોડ ઔરંગાના બ્રિજ પર પોલીસ,પાલિકા ફાયરબ્રિગેડ

વલસાડમાં હનુમાનભાગડા પીચિંગ,લીલાપોર અને કૈલાસરોડ ઔરંગાના બ્રિજ પર પોલીસ,પાલિકા ફાયરબ્રિગેડ

Divyabhaskar.com | Last Modified - Jul 12, 2018, 04:20 AM IST

વલસાડમાં હનુમાનભાગડા પીચિંગ,લીલાપોર અને કૈલાસરોડ ઔરંગાના બ્રિજ પર પોલીસ,પાલિકા ફાયરબ્રિગેડ અને એનડીઆરએફની ટીમ...

  • વલસાડમાં હનુમાનભાગડા પીચિંગ,લીલાપોર અને કૈલાસરોડ ઔરંગાના બ્રિજ પર પોલીસ,પાલિકા ફાયરબ્રિગેડ
    વલસાડમાં હનુમાનભાગડા પીચિંગ,લીલાપોર અને કૈલાસરોડ ઔરંગાના બ્રિજ પર પોલીસ,પાલિકા ફાયરબ્રિગેડ અને એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઇ હતી.રાત્રિથી લઇ દિવસ સુધી વરસાદનો મારો રહેતા જનજીવનને અસર પહોંચી હતી.બજારો સુમસામ થઇ ગયા હતા.શાળા અને કોલેજોમાં 40 થી 45 ટકા વિદ્યાર્થીઓની આવી શક્યા હતા.જ્યારે બપોરે ઘણા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી.મંગળવારે રાત્રે 10 થીબુધવારે સાંજે 6 વાગ્યા સુધીમાં જિલ્લાના તમામ તાલુકાને મેઘરાજાએ તરબોળ કરી દેતાં જળબંબારના દશ્યો સર્જાયા હતા.

    ધરમપુરમાં ભારે વરસાદને લઈ નદીઓના વધેલા જળસ્તરને પગલે વિવિધ વિસ્તારોના કોઝ-વે પરથી પાણી ફરી વળતા રસ્તા બંધ થયા હતા. શહેર વચ્ચેથી પસાર થતી સ્વર્ગવાહીની નદીના કિનારે કોઠી ફળીયાના આશરે 15 પરિવારોના 50 વ્યક્તિઓને લોહાણા પંચની વાડીમા સલામત સ્થળે ખસેડાયા હતા. મંગળવારે સવારે 6 વાગ્યાથી બુધવારે સાંજના ચાર વાગ્યા સુધીમાં 221 mm, 8.84 ઇંચ જેટલા ખાબકેલા વરસાદને લઈ નગરના છોકરી ફળીયા, કૈલાશ રોડ થઇ ઓઝરપાડા જતા માર્ગ વચ્ચેથી પસાર થતી સ્વર્ગવાહી નદી પરના પુલ પરથી પાણી ફરી વળ્યાં હતા. જ્યારે તાલુકાના વિવિધ ગામોના અતિ મહત્વના કોઝ-વે પરથી ફરી નાર-તાન-માન નદીના ફરી વળેલા પાણીને લઈ વિવિધ ગામોના પ્રજાજનોને આવાગમન માટે અન્ય ગામો થઈ લાંબો ચકરાવો લેવાની નોબત આવતા હાલાકી ઉઠાવવી પડી હતી.

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending