Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Valsad » તિથલના રાધાવલ્લભ મંદિરે રવિવારે ‘ચાલો સખી! વૃંદાવન જઈએ’ પુસ્તક

તિથલના રાધાવલ્લભ મંદિરે રવિવારે ‘ચાલો સખી! વૃંદાવન જઈએ’ પુસ્તક

Divyabhaskar.com | Updated - Jul 12, 2018, 04:20 AM

તિથલના રાધાવલ્લભ મંદિરે રવિવારે ‘ચાલો સખી! વૃંદાવન જઈએ’ પુસ્તક ના વિમોચન પ્રસંગે સૌરાષ્ટ્રના ભક્તિ સંગીતના...

  • તિથલના રાધાવલ્લભ મંદિરે રવિવારે ‘ચાલો સખી! વૃંદાવન જઈએ’ પુસ્તક



    તિથલના રાધાવલ્લભ મંદિરે રવિવારે ‘ચાલો સખી! વૃંદાવન જઈએ’ પુસ્તક ના વિમોચન પ્રસંગે સૌરાષ્ટ્રના ભક્તિ સંગીતના જાણીતા ડો.નિરંજન રાજ્યગુરૂએ આજની ઘડી રળિયામણી બની છે, તેમ કહી આ પુસ્તકને વધાવ્યું હતું. તેમણે પોતે બે જાણીતા પ્રાચીન પદોથી ઉઘાડ આપ્યો હતો. નરસિંહ મહેતાના ‘મારૂં વૃંદાવન તે રૂડું કે, વૈકુંઠ નહિં આવું’ તથા ઓધાજી, મારા વ્હાલાને વઢીને કહેજો રે.. રજૂ કરી વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. ‘ આ નભ ઝૂક્યું તે કાનજીને...ગીત રજૂ કરી નલિની આચાર્યએ તેમાં સૂર પૂરાવ્યો હતો. આ પુસ્તકમાં સમાવેલાં ગીતોમાં સુરેશ દલાલનું ‘સાંજ પહેલાંની સાંજ ઢળી છે’, તથા હરિન્દ્ર દવેનું ‘આ એજ હશે વૃંદાવન’ અને દિલીપ જોષીનું ‘મને મોરપીચ્છ બાંધીને રાખે’ જેવાં ગીતો વિરાજ ભાવસારના કંઠે ગવાયા હતા. ભાષણો વગરનો હલકો ફૂલકો કાર્યક્રમ બનાવવા આ પુસ્તકના લેખક રાજેન્દ્ર આચાર્યએ નાથાભાઈ અને મકરંદ દવેને યાદ કરી ગુરૂવંદના કરી હતી. આ પ્રસંગે મુંબઈના કલાકારો પ્રત્યુષા રાવ, કૌશલ આચાર્ય નારાયણે અને સરયૂ પાટકરે ભજન-ગીત રજૂ કરીને ડોલાવ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending