તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • ‘વલસાડના છીપવાડ ગરનાળામાં વાહનો ફસી જતા માર્ગ 1 ફુટ નીચો કરો’

‘વલસાડના છીપવાડ ગરનાળામાં વાહનો ફસી જતા માર્ગ 1 ફુટ નીચો કરો’

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડમાં ચોમાસા દરમિયાન ઔરંગાનદીમાં સંભવિત પૂરના સંજોગોમાં વૈકલ્પિક માર્ગની સુવિધા મળી રહે તે માટે છીપવાડ રેલવે ગરનાળા નીચેથી પસાર થતો માર્ગ 1 ફુટ નીચો કરવા માગ કરાઇ છે.ઉંચા રસ્તાના કારણે ટ્રક અને કેરિયર ધરાવતી બસો આ ગરનાળામાંથી પસાર થઇ શકતી ન હોવાના પગલે આ રજૂઆત તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કરાઇ છે.

વલસાડ તાલુકા મામલતદાર કચેરીમાં તાલુકા સ્વાગતનો કાર્યક્રમ પ્રાંત અધિકારી કે.જે.ભગોરાની અધ્યક્ષતામાં યોજાયો હતો.જેમાં લીલાપોરના અરજદાર દ્વારા છીપવાડના રેલવે ગરનાળા નીચેથી ઉંચો રસ્તો હોવાના કારણે ટ્રકો અને કેરિયરવાળી બસ પસાર થઇ શકતી નથી તેવી રજૂઆત કરી હતી.જેમાં આ રેલવેના અન્ડરમાં હોવાથી અમારા હસ્તક નથી તેવું પાલિકા દ્વારા જણાવાયું હતું.જો કે આ સમસ્યાનું નિરાકરણ કરવા દાદ મગાઇ હતી.જ્યારે લીલાપોર ગરનાળાના પશ્ચિમે સ્ટેટ હાઇવે પર સીધુ ચઢી જઇ શકાય તેવી વ્યવસ્થા કરવા રજૂઆત કરાઇ હતી.કાર્યક્રમમાં મામલતદાર જે.અેલ.પટેલ અને ટીડીઓ જયેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં 12 પ્રશ્નોનો નિકાલ કરાયો હતો.

લીલાપોર વેજલપોર ગરનાળાને દ્વિમાર્ગી બનાવવા રજૂઆત
ગુંદલાવ તરફ જવા પહેલા આવતા લીલાપોર વેજલપોરના નવા બનનારા રેલવે ગરનાળાને બે માર્ગીય બનાવી એસટી સહિતના ભારે વાહનો પસાર થઇ શકે તેવું આયોજન કરવાનો મુદ્દો પણ રજૂ કરાયો હતો.જેનાથી અૌરંગાના પુલ અને છીપવાડ ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થવાના સંજોગોમાં વેજલપોર લીલાપોરનો વૈકલ્પિક માર્ગ બારેમાસ ઉપયોગી થઇ શકે તેવી રજૂઆત થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...