તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડમાં ડ્રેનેજ માટે GUDM સાથે બેઠક મળશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડમાં 40 વર્ષ જૂની ડ્રેનેજ લાઇનનો પ્રોજેકટ તબક્કાવાર 3 ફેઇઝમાં પાર પાડવા માટે કવાયત શરૂ થઇ છે. અધિકારીઓની અેક બેઠક પાલિકામાં મળી હતી.જેમાં પ્રોજેકટની કામગીરી માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન સાથે બેઠક કરવા ચોમાસા બાદ કામગીરી શરૂ થાય તે પૂર્વ જ્યાં લાઇન નાંખવાની છે તેમાં કોઇ કચાસ ન રહી જાય તે માટે મંથન કરીને જે તે વિસ્તારોના સ્થળોએ સરવે કરી લેવા નક્કી કરાયું છે.આ કામગીરી પૂર્ણ કરી લેવાથી ચોમાસા બાદ કામનું ભારણ નહિ રહે તેવું નક્કી કરાયું છે.

શહેરીજનો માટે મહત્વના ડ્રેનેજ પ્રોજેકટની પ્રક્રિયામાં ટેન્ડરની કાર્યવાહીના દૌર વચ્ચે જીયુડીએમ સાથે મહત્વની બેઠક કરવા માટે પાલિકા પ્રમુખ પંકજ આહિર, શાસક પક્ષના અધ્યક્ષા સોનલબેન સોલંકી, પાલિકા સીઓ, સિટી ઇજનેર અને બાંધકામ વિભાગના અધિકારીઓ સાથે બેઠક મળી હતી. શહેરમાં વર્ષો પહેલા 35 હજારની વસતી હતી, તે દરમિયાન ઓછી વસતીને ધ્યાને લઇ 6 થી 9 ઇંચ ડાયામીટરની ડ્રેનેજ લાઇન નાંખ્યા બાદ શહેરમાં વસાહતો અને વસતીનો વધારો થતાં ડ્રેનેજની સમસ્યાએ ધીમેધીમે અજગરી ભરડો લીધો હતો. છેલ્લા 15 વર્ષથી પાલિકા તંત્રએ આ પ્રશ્નના નિરાકરણ માટે પેટા લાઇનો નાંખી ગાડુ ગબડાવ્યે રાખ્યું છે.પરંતુ હવે 16 થી 24 ઇંચના ડાયામીટર સાથેની લાઇનનો નવો પ્રોજેક્ટ નાંખવા માટે 2017માં પાલિકા શાસકોએ સરકારમાં દરખાસ્ત કરી હતી.જેને લઇ રૂ.15 કરોડની ગ્રાન્ટ હેઠળ નવો ડ્રેનેજ પ્રોજેકટ મંજૂર થયો છેે.જેનો ડીપીઆર બનાવી જીયુડીએમને મોકલાયો છે.આ પ્રોજેકટની હાલમાં ટેન્ડર કાર્યવાહી કરાઇ રહી છે. ચોમાસા બાદ પ્રોજેકટ હેઠળ શહેરમાં જૂની લાઇનોની જગ્યાએ નવા પ્રોજેકટની કામગીરી ઝડપથી શરૂ કરી શકાય તે માટે વધુ અભ્યાસ કરી પ્રાથમિક સરવે કરી સમય પર કોઇ કચાસ ન રહી જાય તેવું નક્કી કરાયું છે.

પ્રોજેકટ માટે ખાસ બેઠક બોલાવાઇ હતી
શહેરી હદ વિસ્તારમાં નવો ડ્રેનેજ પ્રોજેકટ ચોમાસા બાદ વહેલી તકે શરૂ કરવા માટે અત્યારથી જ તૈયારી શરૂ કરાઇ છે.પાલિકા અધિકારીઓ સાથે તેની ચર્ચા અને નક્કર અમલીકરણ માટે જે કંઇ પણ પ્રક્રિયા બાકી હોય તે પૂર્ણ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.જેનાથી સમય પર કોઇ અવરોધ ન આવે તેવો આશય છે. પંકજ આહિર,પ્રમુખ,પાલિકા

અન્ય સમાચારો પણ છે...