તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • વલસાડ,નવસારી ડાંગમાં વધુ કિંમત વસૂલતા વેપારીઓને રૂ.86 હજારનો દંડ

વલસાડ,નવસારી ડાંગમાં વધુ કિંમત વસૂલતા વેપારીઓને રૂ.86 હજારનો દંડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ,નવસારી અને ડાંગ જિલ્લાનું કાર્યક્ષેત્ર સંભાળતા જિલ્લા કાનુનીમાપ વિજ્ઞાન વિભાગ અને ગ્રાહક સુરક્ષા અધિકારી ચેકિંગમાં 920 વેપારીઓની દૂકાને વજનકાંટાની ચકાસણી હાથ ધરાઇ હતી.આ સાથે ચીજવસ્તુઓની વધુ કિમત વસુલતા કુલ 253 વેપારીઓ પાસેથી રૂ.86 હજારનો દંડ વસુલાતા વેપારીઓમાં ફફડાટ પેસી ગયો હતો.આ કામગીરીમાં મુદ્રાંકન માટે રૂ.7.88 લાખની ફી પણ વસુલ કરાઇ છે.

વજન માપ અને પીસીઆર કાયદાનો ભંગ કરવા બદલ 241 વેપારી સામે પ્રોસિક્યુશન કેસ કરી રૂ.45,300 અને મોબાઇલ કોર્ટમાં 225 વેપારી પાસે વજનમાપ ભંગ બદલ ર.22,500નો દંડ કરાયો હતો.આ ઉપરાંત વિવિધ વસ્તુઓના ભાવ વધારા મામલે પ્રોસિક્યુશન કેસ કરી નવસારીના રામ પ્રવેશસિંગ પાસે રૂ.2 હજાર,સુભી જનરલ સ્ટોર સાંદલપોર,નવસારીને રૂ.2 હજાર,તુલસી તખતસિંહને રૂ.2હજાર,પારડી હાઇવે પર શ્રીનાથ હોટલને રૂ.4 હજારનો દંડ સ્થળ પર વસુલવામાં આવ્યો હતો.ચીખલીની સુપર સ્કેલને તોલમાપ ડિલર પરવાના વિનાના વજનકાંટાનો ઉપયોગ કરવા બદલ રૂ.2 હજારનો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...