તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • વાપીને દેશના 33મા નંબરનું સ્વચ્છ શહેર ક્રમાંક આપનારા ફરી વાર મુલાકાત લે

વાપીને દેશના 33મા નંબરનું સ્વચ્છ શહેર ક્રમાંક આપનારા ફરી વાર મુલાકાત લે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ|વાપી : કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામોની જાહેરાતે વલસાડ જિલ્લાના લોકોને ચોંકાવી દીધા છે. કારણ કે કુલ 485 પૈકી વાપી પાલિકાને સ્વચ્છતા સર્વેક્ષણમાં 33 ક્રમ આપવામાં આવ્યો છે. પાલિકાના તમામ વોર્ડમાં ચારે તરફ કચરાના ઢગલાઓ છતાં પણ વાપીનો ક્રમ આગળ આવતાં ભારે આશ્વર્ય ફેલાયું છે. જો કે આ સર્વેક્ષણમાં વાપીના શહેરીજનોના સારા અભિપ્રાયોના કારણે વાપી પાલિકાનો ક્રમ દેશમાં આગળ આવ્યો છે. પાલિકાએ હજુ શહેરની સ્વચ્છતાની કામગીરી હજુ કરવાની બાકી છે. નગરપાલિકાએ શહેરને સ્વચ્છ રાખવા ચાર કરોડની ફાળવણી કરી હતી જેમાં વધારો કરી 7 કરોડ કરવા છતાં તમામ વોર્ડમાં ગંદકી અકબંધ છે.

વાપીવાસીઓએ પાલિકાની લાજ રાખી સારા અભિપ્રાય આપતા ફિડબેક વિભાગમાં 1400માંથી 1248 માર્કસ મળ્યાં
વાપી પાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણ માટે છેલ્લા એક વર્ષથી તૈયારી કરી હતી. કારણ કે વાપી શહેરને બહારથી આવતા લોકો સૌથી વધારે ગંદુ ગણે છે. સ્લમથી પોશ એરિયામાં ચારે તરફ કચરાના ઢગો અને ખુલ્લી ગટરોમાં ગંદકી જ જોવા મળે છે. આવા સમયે વાપી શહેરનો સ્વચ્છતાક્રમમાં આગળ નંબર આવે તેવી કોઇ શકયયા જ નથી, પરંતુ સ્વચ્છતા સર્વેક્ષણની પધ્ધતિમાં ફેરફાર થવાથી વાપી પાલિકાને સીધો ફાયદો થયો છે. આ સર્વેક્ષણમાં વાપીના શહેરીજનોના અભિપ્રાયો, સર્વિસ લેવલ અને ડાયરેકશન નિરીક્ષણના આધારે સ્વચ્છતા સર્વેક્ષણમાં માર્કસ આપવામાં આવ્યાં છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા ક્રમમાં વાપીનો સ્વચ્છતા સર્વેક્ષણમાં 33મો ક્રમ આવ્યો છે. જેમાં શહેરીજનોના અભિપ્રાયોના સૌથી વધારે માકર્સ મળતાં વાપીનો ક્રમ આગળ આવ્યો છે. જો કે વાપી પાલિકાએ હજુ શહેરની સફાઇ કરવાની બાકી છે. વાપીની ગંદકી કયારે દુર થશે તે સવાલ હજુ પણ લોકો પુછી રહ્યાં છે.

2017માં 26મો હતો : વાપી શહેરને સ્વચ્છ રાખવામાં પાલિકા સદંતર નિષ્ફળ જઇ રહી છે. પાલિકા ...અનુસંધાન પાનાં નં.2

સફાઇની સિસ્ટમમાં કોઇ સુધારો ન કરતાં આ સ્થિતિ ઉદભવી રહી છે. 2017માં કેન્દ્ર સરકારે સ્વચ્છતા સર્વેક્ષણમાં વાપીને 26ક્રમ આપ્યો હતો. આ વખતે વાપી પાછળ ધકેલાઇ ગયું છે. આ વખતે 33મો ક્રમ પ્રાપ્ત થયો છે. હજુ પણ દુકાનો આગળ ચારે તરફ કચરાના ઢગલાઓ જોવા મળે છે. વેપારીઓને સમજાવી કે દંડ કરવીને પણ શહેરમાં સ્વચ્છતા રાખવામાં પાલિકા નિષ્ફળ પુરવાર થઇ રહ્યું છે.

પાલિકાને રાજ્યમાં ચોથો ક્રમ મળ્યો
કેન્દ્ર સરકારે વાપીને 485માંથી 33મો ક્રમ આપ્યો છે. કુલ 3019.36 સ્કોર અાપ્યો છે. રાજયમાં કુલ 30માંથી 4ક્રમ આપવામાં આવ્યો છે. રાજયના કેટલાક મોટા શહેરો પણ વાપી કરતાં પાછળ રહી ગયાં છે. ત્યારે વાપી પાલિકા શહેરીજનોનો સફાઇનો પ્રશ્ન હવે કાયમી ઉકેલાશે કે કેમ તે સવાલ ઉઠી રહ્યો છે.

1400 માર્કનું આ છે ગણિત
420
કચરો એકત્રીકરણ અને ટ્રાન્સપોર્ટેશન

350
વાપીના પોશ વિસ્તારમાં જેની ગણતરી થાય છે તે આસોપાલવમાં ઉકરડા કરતા વધારે ગંદકી તેમજ પાલિકાને અડીને આવેલી શાક માર્કેટ જ્યાં રોજ હજારો નગરજનો ખાદ્યપદાર્થો ખરીદે છે તે વિસ્તાર આખો દિવસ નર્કાગાર જેવો જોવા મળે છે. આવા દૃશ્યો આખા શહેરમાં 365 દિવસ ઠેર ઠેર જોવા મળે છે.

કેટલા માર્કસ કયાંથી મળ્યા
વિષય કુલ માર્ક્સ મળેલા માર્કસ

ડાયરેક્ટ નિરીક્ષણ 1200 1120

સર્વિસ લેવલ 1400 651

સિટિઝન ફીડબેક 1400 1248

પ્રોસેસિંગ અને નિકાલ

420
રાજ્યના અન્ય મોટા શહેરો કરતાં આગળ
શહેરો ક્રમ

વડોદરા 44

નવસારી 88

વલસાડ 271

ભરૂચ 66

વાપી 33

જાહેર શૌચાલયની સ્થિતિ કેવી છે

70
સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવી

સફાઇ સિવાયનાં મુદ્દા પણ ગણતરીમાં હતાં
વાપીનો 33ક્રમ આવ્યો છે. માત્ર સફાઇ નહી પરંતુ શહેરીજનોના અભિપ્રાય, સ્વચ્છતા એપ ,નિરીક્ષણ સહિતના માકર્સ સારા મેળવ્યાં છે. જેના કારણે વાપીનો ક્રમ 485માંથી 33મો આવ્યો છે. હજુ પણ વાપીના ક્રમ આગળ આવે તેવા અમારા પ્રયાસો છે. ચેતન પરમાર,સેનેટરી ઇન્સ્પેકટર,વાપી પાલિકા

70
કેપેસીટી બિલ્ડિંગ

70
તમામ વોર્ડમાં ગંદકી
ઇનોવેશન અને બેસ્ટ પ્રેક્ટિસ

... તો પછી વાપીનો 33મો ક્રમ આવ્યો કેવી રીતે ?
વાપી પાલિકાનો દેશમાં 33 ક્રમ આવવા પાછળ સફાઇ કામગીરી નથી, પરંતુ કેન્દ્ર સરકારે કરેલા સર્વેમાં વાપીને ડાયરેક્ટ નિરીક્ષણ 1200માંથી સીધા 1120 માકર્સ આપવામાં આવ્યાં છે અને સિટિઝન ફીડબેકમાં 1400માંથી 1248 માકર્સ પ્રાપ્ત થયા છે. જેના કારણે વાપી પાલિકાનો દેશમાં 33 અને રાજયમાં 4થો ક્રમ પ્રાપ્ત થયો છે. જો કે પાલિકાએ સ્વચ્છતામાં આગળ ક્રમ મેળવવા સ્વચ્છતા એપ માટે મહેનત કરી હતી, પરંતુ આ સમગ્ર સર્વેક્ષણમાં સફાઇના માકર્સ આપાવામાં આવ્યાં નથી. જેથી વાપીનો 33મો ક્રમ માત્ર શહેરીજનોના અભિપ્રાય અને સ્થળ નિરીક્ષણના આધારે પ્રાપ્ત થયો છે. આમ, એક રીતે વાપીના નગરજનોએ પાલિકાની લાજ રાખી હતી. બાકી શહેરના તમામ વોર્ડમાં જાહેર માર્ગ હોય કે ખુલ્લા પ્લોટ ગંદકી સર્વત્ર છે. પાલિકા પાસે સાફ સફાઇનો ઠોસ એકશન પ્લાન નથી.

અન્ય સમાચારો પણ છે...