તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • વલસાડ શહેરમાં બેચર રોડ અને ધરમપુર રોડ વચ્ચે અેસપી

વલસાડ શહેરમાં બેચર રોડ અને ધરમપુર રોડ વચ્ચે અેસપી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ શહેરમાં બેચર રોડ અને ધરમપુર રોડ વચ્ચે અેસપી કચેરીથી પાવર હાઉસ સુધીના રોડ પર ટ્રાફિકના ભારણને લઇ વાહનચાલકોને પારાવાર મુશ્કેલી ઉભી થઇ રહી છે.અેસટી ડેપો બહારના વિસ્તારમાં નો પાર્કિંગ ઝોનનો અમલ ન થતાં અા અવરોધ ઉભો થઇ રહ્યો હોવાની રાવ ખેરગામના યુવા શક્તિ મંડળે કરી છે.

આ રોડ પરથી વલસાડ-ખેરગામ-ડુંગરી તરફ જવા આવવા માટે પીક અવર્સ સવારે અને સાંજે ટ્રાફિકનું ભારણ વધુ રહે છે તેવી રજૂઆત કરાઇ છે. શહેરના બેચર રોડ પર એસટી ડેપો વિસ્તારની 500 મીટરની ત્રિજીયામાં મુસાફરોની હેરફેર ...અનુસંધાન પાનાં નં.2

કરતા અને ખાનગી વાહનો માટે નોપાર્કિંગ ઝોન 7 વર્ષ અગાઉ નક્કી કરાયો હતો.જેનો અમલ થોડા સમય માટે કરાયા બાદ કોઇ કાર્યવાહી થતી માલુમ પડી ન હતી.એસપી કચેરીથી બેચર રોડના પાવર હાઉસ રોડ પર ખાનગી વાહનો અને રિક્ષાઓના પાર્કિંગ મુદ્દે ખેરગામના યુવા શક્તિ મંડળે કલેકટરને લેખિત રજૂઆતો કરી છે.જેમાં નો પાર્કિંગ ઝોનનો અમલ કરાવવા માગ કરાઇ છે.આ ઉપરાંત આ રોડને હજી પહોળો કરવાની પણ રજૂઆતો થઇ છે.આ સાથે સ્ટેશન રોડ માર્જિનમાં પણ પાર્કિંગ થતાં રેલવે સ્ટેશન પર રિક્ષા અને ખાનગી વાહનોમાં આવતા જતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડતા આ રોડ પહોળો કરવા પણ મુદ્દો ઉઠાવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...