તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • વાપી વીઆઇએ દ્વારા યુવાનોને બિઝનેસ ક્ષેત્રે પ્રોત્સાહન અને માર્ગદર્શન

વાપી વીઆઇએ દ્વારા યુવાનોને બિઝનેસ ક્ષેત્રે પ્રોત્સાહન અને માર્ગદર્શન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી વીઆઇએ દ્વારા યુવાનોને બિઝનેસ ક્ષેત્રે પ્રોત્સાહન અને માર્ગદર્શન મળી રહે તેવા ઉદેશ્ય સાથે દર મહિને એક જાણીતા સ્પીકરને બોલાવી કાર્યક્રમ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેના કારણે વાપી સહિત વલસાડ જિલ્લાના અનેક યુવાનોને માર્ગદર્શન મળી રહશે.વીઆઇએ ઇમ્પેકટ ટેલ્ક સિરીઝ અંતગર્ત મહિનાના અંતે એક જાણીતા સ્પીકરને બોલાવામાં આવશે. જેમાં યુવાનોની સાથે સમગ્ર પરિવારને પણ મજા આવે તેવા સ્પીકર વીઆઇએ ઓડિટોરિયમાં આવશે. 30 જુને બપોરે 3 કલાકે ધ મેનેજમેન્ટ મુંબઇ ડબ્બાવાળા પર જાણીતા સ્પીકર ડો.પવન અગ્રવાલ માર્ગદર્શન આપશે. વીઆઇએ પ્રમુખ પ્રકાશ ભદ્રાએ જણાવ્યું હતું કે દરેક વ્યકિત તેમજ તેમના ઉદ્યોગોના ઉજવળ ભવિષ્ય માટે અર્થતંત્ર,વેપાર અને ...અનુસંધાન પાનાં નં.2વ્યકિતગત ક્ષેત્રે વિકાસ સાધવા તેમજ પોતાની જાતમે સમજવા ,કેળવવા અને સમુધ્ધ બનાવવા માટે એક ઇમ્પેકટ ટોકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 2 કલાકના આ ટોકમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવા એક અત્યંત અનુભવી તેમજ જાણીતા વકતાઓ વિવિધ વિષયો પર માર્ગદર્શન આપશે. ખાસ કરીને યુવાનો માટે આ કાર્યક્રમો ઉપયોગી થશે.બિઝનેસમાં કેવી રીતે આગળ વધવુ તે અંગે માહિતી મેળવી શકશે. ઇમ્પેકટ ટોકના પ્રથમ સત્રમાં વકતા ડો. પવન અગ્રવાલ મુંબઇના ડબ્બાવાળાઓની ટાઇમ મેનેજમેન્ટ સ્કિલ વિષે માર્ગદર્શન આપશે. બીજા મહિને એટલે કે 31 જુલાઇએ રાષ્ટ્રીય સ્તરે જાણીતા સ્પીકહર કુમારી પ્રિયા કુમાર આવશે. આમ વાપી વીઆઇએ ઓડિટોરિયમમાં દર મહિને જાણીતા સ્પીકરના કાર્યક્રમથી અનેક લોકોને માર્ગદર્શન આપશે.

અન્ય સમાચારો પણ છે...