તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • વલસાડ તાલુકાના ચણવઇ ગામે ડીપી ફળિયામાં હળપતિ આવાસની ગટર

વલસાડ તાલુકાના ચણવઇ ગામે ડીપી ફળિયામાં હળપતિ આવાસની ગટર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ તાલુકાના ચણવઇ ગામે ડીપી ફળિયામાં હળપતિ આવાસની ગટર પૂરી દેવાતા રહીશો મુશ્કેલીમાં મૂકાયા છે.સ્થાનિક રહીશોએ ગટર ખુલ્લી કરવા માટે કલેકટરને રાવ કરી છે.

ચણવઇની ગૌચરની જમીન નજીક 29 જેટલા હળપતિઓને ગ્રામપંચાયત દ્વારા આવાસ બાંધી આપવામાં આવ્યા હતા.જેમાં હળ‌પતિ પરિવારો રહેતા આવેલા છે.આ આવાસોની બાજૂમાં ખુલ્લી ગટરમાં માટી પૂરી દેવાતા વરસાદી પાણીનો નિકાલ થતો નથી.આ ગટર ખુલ્લી કરવા માટે રહીશોએ મંગળવારે અધિક કલેકટર આઇ.જે.માલીને આવેદન પત્ર આપી હળપતિ આવાસની ખુલ્લી ગટરમાં ખાનગી માલિકે માટી પૂરી દેતા વરસાદી પાણીનો નિકાલ થતો નથી તેવી રજૂઆત કરી હતી.જેને લઇ આવાસોમાં પાણી ઘૂસી જાય તેમ છે.આ ગટર અંગે પંચાયતને જાણ કરાઇ છે પરંતુ કોઇ નિરાકરણ થતું નથી તેવી રાવ કરી પ્રશ્નનો નિકાલ કરવા રહીશોએ દાદ માગી હતી.

અન્ય સમાચારો પણ છે...