આજે મોગરાવાડી અંડર બ્રિજ ત્રણ કલાક બંધ રહેશે

વલસાડ| વલસાડના મોગરાવાડી રેલવે અન્ડર બ્રિજ અને રેલવે ટ્રેકની મરામત કામગીરી 11 સપ્ટેમ્બરે હાથ ધરાશે.જેના માટે આ...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 04:16 AM
Valsad - આજે મોગરાવાડી અંડર બ્રિજ ત્રણ કલાક બંધ રહેશે
વલસાડ| વલસાડના મોગરાવાડી રેલવે અન્ડર બ્રિજ અને રેલવે ટ્રેકની મરામત કામગીરી 11 સપ્ટેમ્બરે હાથ ધરાશે.જેના માટે આ અન્ડર બ્રિજના નાળામાંથી બપોરે 12 થી 3 વાગ્યા સુધીના 3 કલાક માટે અવરજવર બંધ કરવા રેલવે દ્વારા નિર્ણય કરાયો છે.

મોગરાવાડીના 20 હજાર લોકો માટે આવવા જવા ઉપયોગી રેલવે અન્ડર બ્રિજની મરાતમ અને ટ્રેકની કામગીરી મંગળવારે 3 કલાક સુધી હાથ ધરવામાં આવશે.જેને લઇ અન્ડરબ્રિજના રોડ પરથી અવરજવર થઇ શકશે નહિ.આ મુદ્દે સિનીયર સેકશન ઇજનેરે કલેકટર,એસપી અને મોગરાવાડીના કોર્પોરેટર સંજય ચૌહાણને લેખિત જાણ કરી ઘટતું કરવા જણાવ્યું છે.

X
Valsad - આજે મોગરાવાડી અંડર બ્રિજ ત્રણ કલાક બંધ રહેશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App