Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Valsad » Valsad - ‘માલવણના ડેપ્યુટી સરપંચને સમાજના હોદ્દા પરથી હટાવો’

‘માલવણના ડેપ્યુટી સરપંચને સમાજના હોદ્દા પરથી હટાવો’

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 04:16 AM

કોળી પટેલ સમાજના પ્રમુખ- MLAને રજૂઆત

  • Valsad - ‘માલવણના ડેપ્યુટી સરપંચને સમાજના હોદ્દા પરથી હટાવો’
    માલવણ આગર ફળીયાના રાકેશ પટેલ અને માલવણ ગ્રામજનોએ સમાજના લોકોની 65 જેટલી સહીઓ સાથે સોમવારે કોળી પટેલ સમાજના પ્રમુખ અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ સમક્ષ માલવણ આગર ફળીયાના ડેપ્યુટી સરપંચ ગણપતભાઇ પટેલને કોળી પટેલ સમાજના કારોબારી સભ્યપદેથી હટાવવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં ડેપ્યુટી સરપંચ ગણપત પટેલ અને તેમના સાગરીતો દ્વારા ગામમાં ભયનો માહોલ સર્જાય રહ્યો છે.તેમજ તેમના પુત્રનો પ્રેમપ્રકરણ મુદ્દે વાયરલ થયેલ વિડીયો અંગે ગામના જ યુવાનને ધમકાવતા બીજે દિવસે યુવાને આત્મહત્યા કરી લીધી હતી. તેના સામે પોલીસમાં ગુનો હોવાની ઉગ્ર રજૂઆત સાથે મૃતક યુવકના ભાઈ રાકેશ પટેલ અને ગ્રામજનોએ સમાજના સભ્યપદેથી હટાવવા માટે સમાજના પ્રમુખ સમક્ષ માગ કરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending