• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Valsad
  • Valsad - જિલ્લામાં લેપ્ટોનો ચોથો કેસ પારડી આસમાનો યુવક ભરડામાં

જિલ્લામાં લેપ્ટોનો ચોથો કેસ પારડી આસમાનો યુવક ભરડામાં

જિલ્લામાં લેપ્ટોએ માથું ઊંચકતા તંત્રમાં દોડધામ મચી

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 04:16 AM
Valsad - જિલ્લામાં લેપ્ટોનો ચોથો કેસ પારડી આસમાનો યુવક ભરડામાં
પારડીના આસ્મા ગામના એક 30 વર્ષીય યુવાનને લેપ્ટો.ના લક્ષણો દેખાતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં તેનો રિપોર્ટ લેપ્ટો પોઝિટીવ આવતાં તેને સ્પેશિયલ વોર્ડમાં સારવાર અપાઈ રહી છે. જિલ્લામાં આ ચોથો કેસ લેપ્ટોનો નોંધાતા જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે.

હાલમાં વલસાડ બાદ હવે લેપ્ટો. પારડીના આસ્મા ગામના નિશાળ ફળિયામાં રહેતો 30 વર્ષીય યુવાન તાવમાં સપડાતાં તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. જ્યાં તેના રિપોર્ટ પોઝિટીવ આવતાં તેને સ્પેશ્યલ વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. જિલ્લામાં આ વર્ષે ચોમાસા દરમિયાન લેપ્ટો. ધીરે ધીરે માથું ઉચકી રહ્યાનું જણાઈ છે.

લેપ્ટોએ વલસાડ બાદ હવે પારડીને સકંજામાં

વલસાડ તાલુકાના 3 ગામના 3 દર્દીઓ લપેટમાં આવ્યા હતા. જેમાં સૌપ્રથમ લેપ્ટોએ પીઠા ત્યારબાદ ગોરવાડા, ત્રીજો કેસ ગોરગામનો છે. જ્યારે સોમવારે વધુ એક ચોથો કેસ પારડીના આસ્મા ગામે જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા આ ચાર ગામને વધુ પ્રાધાન્ય આપી ત્યાં જરૂરી કામગીરી કરાશે, તેવું જાણવા મળ્યું છે.

X
Valsad - જિલ્લામાં લેપ્ટોનો ચોથો કેસ પારડી આસમાનો યુવક ભરડામાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App