• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Valsad
  • Valsad વલસાડ: રૂરલ પોલીસના એએસઆઈ ચંદુ સુરપાલ અને પોકો જીજ્ઞેશ લશ્કરી

વલસાડ: રૂરલ પોલીસના એએસઆઈ ચંદુ સુરપાલ અને પોકો જીજ્ઞેશ લશ્કરી

DivyaBhaskar News Network

Sep 11, 2018, 04:16 AM IST
Valsad - વલસાડ: રૂરલ પોલીસના એએસઆઈ ચંદુ સુરપાલ અને પોકો જીજ્ઞેશ લશ્કરી
વલસાડ: રૂરલ પોલીસના એએસઆઈ ચંદુ સુરપાલ અને પોકો જીજ્ઞેશ લશ્કરી રવિવારે રાત્રે હાઈવે પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને મળેલી બાતમી મુજબ પારનેરા સુગર ફેક્ટરી ઓવરબ્રીજ પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળી કાર તરફથી આવતાં પોલીસે તેને ટ્રાફિકજામ કરી રોકવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે,પોલીસને દૂરથી જોતાં કારચાલક કારમાંથી ઉતરી અંધારોનો લાભ લઈ ઝાડીઝાંખરીમાં નાસી ગયો હતો. પોલીસે કારની તલાશી લેતાં પાછળની સીટ ઉપર પૂઠાંના બોક્સમાંથી 1096 નંગ દારૂની બોટલ કિં. 73,400નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 1 લાખની કાર સહિત કુલ 1,73,400નો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

X
Valsad - વલસાડ: રૂરલ પોલીસના એએસઆઈ ચંદુ સુરપાલ અને પોકો જીજ્ઞેશ લશ્કરી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી