રાજ્યમાં લઘુતમ તાપમાન ઘટી ગયું

Valsad - રાજ્યમાં લઘુતમ તાપમાન ઘટી ગયું

DivyaBhaskar News Network

Sep 11, 2018, 04:16 AM IST
અમદાવાદ | બે દિવસથી શહેરમાં વાદળિયાા વાતાવરણથી વરસાદી માહોલ સર્જાતા મહત્તમ-લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં રવિવારે 23.6 અને સોમવારે 27.7 ડિગ્રી સૌથી ઓછું લઘુતમ તાપમાન હતું. દક્ષિણ-પશ્ચિમી ઠંડા પવનોને કારણે અમદાવાદ સહિત રાજયનાં મોટાભાગનાં શહેરોમાં લઘુતમ તાપમાન 18થી 26 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. ગરમીનું પ્રમાણ ઘટતાં ઠંડકમાં વધારો થયો છે. રાજ્યમાં 18.6 ડિગ્રી સાથે વલસાડ સૌથી ઠંડુ અને 34.1 ડિગ્રી સાથે ભાવનગર સૌથી ગરમ શહેર બન્યું હતું.

X
Valsad - રાજ્યમાં લઘુતમ તાપમાન ઘટી ગયું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી