વલસાડ| વલસાડના પારનેરાના યુવા ક્રિકેટર બંટી પટેલનું કોળી પટેલ સમાજની વાડીમાં વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર તરીકે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે સન્માન કરાયું હતું.જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ગણપત પટેલના પૂત્ર અને કોળી સમાજના યુવા ક્રિકેટર બંટીની વર્લ્ડ ઇન્ડિયન ટેનિસ ક્રિકેટ લીગમાં પસંદગી થઇ છે.સમાજનું ગૌરવ વધારતા તાલુકા કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ અને ધારાસભ્ય ભરતભાઇ પટેલની ઉપસ્થિતિમાં શાલ ઓઢાડી સન્માનપત્ર એનાયત કરાયું હતું.