• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Valsad
  • Valsad - ચોરીના ઈરાદે આવેલા 4 ટાબરિયા ગોલવાડથી ઝડપાયા, લોકોએ તલાસી લીધા બાદ વાલીને સોંપ્યાં

ચોરીના ઈરાદે આવેલા 4 ટાબરિયા ગોલવાડથી ઝડપાયા, લોકોએ તલાસી લીધા બાદ વાલીને સોંપ્યાં

ગોલવાડમાં બપોરે બનેલી આ ઘટનામાં ચાર ટાબરિયાને રહીશોએ ઝડપી ઉલટ તપાસ કરી કંઈ વસ્તુ ન મળતાં તેમના વાલીવારસોને સોંપી...

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 04:11 AM
Valsad - ચોરીના ઈરાદે આવેલા 4 ટાબરિયા ગોલવાડથી ઝડપાયા, લોકોએ તલાસી લીધા બાદ વાલીને સોંપ્યાં
ગોલવાડમાં બપોરે બનેલી આ ઘટનામાં ચાર ટાબરિયાને રહીશોએ ઝડપી ઉલટ તપાસ કરી કંઈ વસ્તુ ન મળતાં તેમના વાલીવારસોને સોંપી દીધા હતા. છીપવાડના ગોલવાડ ખાતે વાણિયાવાડની પાછળ રાણાપંચની વાડીની બાજુમાં બે મકાન કેટલાય સમયથી બંધ હાલતમાં હતા. શનિવારે બપોરના સમયે આ વિસ્તારમાં ચોરી કરવાના ઈરાદે આવી ચઢેલા ચાર ટાબરિયાઓ બંધ મકાનની અગાશીમાં છૂપાયેલા હોવાની જાણ થતાં રહીશોએ દોડી આવી તપાસ હાથ ધરી હતી. જેમાં ચાર ટાબરિયા લોકોના હાથે ઝડપાઈ ગયા હતા. તેઓને નીચે લાવી રહીશોએ કડક તપાસ કરતાં તેઓ શહેરના ધોબીતળાવ અને વલસાડ પારડીના હોવાનું જાણવા મળ્યું હતું. રહીશોએ તેઓની તપાસ કરતાં તેમની પાસેથી ચોરાયેલી કંઈપણ વસ્તુ મળી આવી ન હતી. લોકોએ તેમના પરિવારજનોને બોલાવતાં તેઓએ માફી માગી રહીશોએ તેમને મુક્ત કરી દીધા હતા.

X
Valsad - ચોરીના ઈરાદે આવેલા 4 ટાબરિયા ગોલવાડથી ઝડપાયા, લોકોએ તલાસી લીધા બાદ વાલીને સોંપ્યાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App