• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Valsad
  • Valsad વલસાડ કોટેશ્વર સોસા.માં 12 વર્ષ જૂના રસ્તાથી રહીશો ત્રસ્ત

વલસાડ કોટેશ્વર સોસા.માં 12 વર્ષ જૂના રસ્તાથી રહીશો ત્રસ્ત

Valsad - વલસાડ કોટેશ્વર સોસા.માં 12 વર્ષ જૂના રસ્તાથી રહીશો ત્રસ્ત

DivyaBhaskar News Network

Sep 09, 2018, 04:11 AM IST
વલસાડ શહેરના મોગરાવાડી ઝોનમાં આવેલી કોટેશ્વર સોસાયટીના રહીશો ખખડધજ થયેલા પેવર બ્લોકના રસ્તાથી પરેશાનીમાં મૂકાયા છે. શહેરની ગલી ગલીમાં પેવર અને ડામરના રસ્તા પાલિકા શાસકોએ તૈયાર કર્યા છે,પરંતુ આ વિસ્તારના રહીશો રસ્તાની સુવિધાથી વંચિત રહી ગયા છે.12 વર્ષ પહેલા રસ્તા બનાવવામાં આવ્યા બાદ આજદિન સુધી પાલિકા તંત્રએ ધ્યાન આપ્યું નથી આ મુદ્દે રહીશોએ પાલિકાને ફરિયાદ કરી છે.

વલસાડના સૌથી મોટા વિસ્તાર ગણાતા મોગરાવાડીમાં પ્રાથમિક સ્કૂલ પાસે આવેલી કોટેશ્વરનગર સોસાયટી તથા આજૂબાજૂના વિસ્તારમાં 200થી વધુ મકાનો, બંગલાઓમાં રહેતા પરિવારો માટે નવા રસ્તાની સુવિધા માત્ર કલ્પના બની રહી છે. સ્થાનિક સ્તરેથી વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ પરિણામ મળ્યું નથી.દર વર્ષે ચોમાસામાં ખખડી ગયેલા અને ઘસાઇ ગયેલા પેવર બ્લોક ઉપર લીલ જામી જતાં વૃધ્ધો, બાળકો, મહિલાઓ, બહારથી આવતા નાગરિકો અને દ્વિચક્રિય વાહનચાલકોને સ્લિપ થઇ જવાનો ભય રહે છે. આખું ચોમાસું આ ભય સાથે લોકોએ પસાર કરવું પડ્યું હોવાની હૈયાવરાળ સ્થાનિકો ઠાલવી રહ્યા છે. વલસાડ શહેરના તમામ વોર્ડની ગલી ગલીમાં પેવર અને આરસીસીના રસ્તાઓ બનાવી દેવાયા છે, પરંતુ કોટેશ્વરનગરમાં પાલિકા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતાં સ્થાનિક અગ્રણી અને રહીશોમાં રોષ ફેલાયો છે.2005 બાદ સોસાયટીમાં ડામરના રસ્તા બનાવવા કામ સોંપ્યું હતું,પરંતુ કોન્ટ્રાકટરે ઉતાવળ કરી હલકી કક્ષાના પેવર નાંખી દીધાં હતા.જેનો ભોગ રહીશો બન્યા છે.

ડામરના બદલે નંખાતા પેમેન્ટ અટકાવ્યું હતું

સોસાયટીમાં 12 વર્ષ પહેલા ડામરના રસ્તા બનાવવાના હતા,પણ ચીખલીના કોન્ટ્રાકટરે લેવલ કર્યા વિના હલકી કક્ષાના પેવર નાંખી ચાલતી પકડતા વિવાદ થયો હતો.પાલિકાએ પેમેન્ટ અટકાવી દીતા તેણે કામ પડતું મૂક્યું હતું.

પેવર બ્લોક ઘસાઇને લીલ જામી ગઇ છે

સોસાયટીના રહીશો છેલ્લા 12 વર્ષથી નવા રસ્તાની રાહ જોઇને બેઠા છે. પ્રમુખ પંકજ આહિર અને સીઓને ફરિયાદ કરી છે. જૂના પેવર ઉખેડી લેવલિંગ કરીને ઉચ્ચ ક્વોલિટીના પેવર બ્લોક નાંખવા માગ કરી છે. શૈલેષ જોષી,રહીશ

X
Valsad - વલસાડ કોટેશ્વર સોસા.માં 12 વર્ષ જૂના રસ્તાથી રહીશો ત્રસ્ત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી