200થી વધુ ઢોર મુખ્યમાર્ગો, બજારો અને શાકભાજી મારકેટમાં ખુલ્લેઆમ રખડી રહ્યા છે. ઢોરના માલિકોએ તેમની માલિકીના પશુઓને ખુલ્લા છોડી મૂકતા રાત્રે પણ આ ઢોરનું કોઇ ધણીધોરી ન હોવાથી રસ્તા પર બેસી રહેતા હોય છે. દિવસ દરમિયાન ટ્રાફિકની ભાંજગડ વચ્ચે વાહનચાલકો અને રાહદારીઓએ રખડતા ઢોરનું પણ જોખમ ખેડવાની નોબત આવી છે. શહેરના ગૌરવ પથ,સ્ટેડિયમ રોડ, બેચર રોડ,સ્ટેશન રોડ, તિથલ રોડ, કોસંબા રોડ,શાકભાજી મારકેટ, એમજી રોડ, નાનીખત્રીવાડ જેવા વિસ્તારોના માર્ગો પર રખડતા ઢોર પડેલા પાથર્યા રહેતા હોવા છતાં પાલિકા હાથ ઠેલે દઇને બેસી છે. તાજેતરમાં એકાદ દિવસ ઢોર પકડવાનું રાત્રિએ અભિયાન હાથ ધરીને 8 ઢોર પકડીને પાલિકા તંત્રએ સંતોષ માન્યો હતો. ત્યારબાદ સ્થિતિ જૈસે થે જેવી થઇ જતાં લોકોમાં ભારે રોષ ફેલાઇ રહ્યો છે. રસ્તા પર બેફામ ટ્રાફિક વચ્ચે ત્રાસ દાયક બનેલા રખડતા ઢોર હવે બેચર રોડ પર માજી વડાપ્રધાન સ્વ.મોરારજી દેસાઇના સ્મારકમાં અડ્ડો જમાવ્યો છે.જ્યાં આરામ ફરમાવતા નજરે પડ્યા છે. જેને લઇ લોકોમાં ભારે કૂતુહલ સર્જાયું છે.
સ્વ.મોરારજી દેસાઇનું સ્મારકની પણ જાળવણી મુશ્કેલ


સ્મારકમાં ઘૂસીને અડ્ડો જમાવે છતાં કોઇ કાર્યવાહી નથી

