• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Valsad
  • Valsad - ડુંગરી નજીક ગોરગામ તિઘરા રોડ પર નમી પડેલા વીજપોલ વાહન ચાલકો માટે જોખમી

ડુંગરી નજીક ગોરગામ તિઘરા રોડ પર નમી પડેલા વીજપોલ વાહન ચાલકો માટે જોખમી

સબ ડીવીઝનની બેદરકારીને કારણે અગાઉ પણ અનેક જીવલેણ અકસ્માતો થઈ ચૂક્યા છે

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 04:11 AM
Valsad - ડુંગરી નજીક ગોરગામ તિઘરા રોડ પર નમી પડેલા વીજપોલ વાહન ચાલકો માટે જોખમી
વલસાડ ડુંગરી નજીકનાં ગોરગામ તિઘરા રોડ પર વર્ષોથી નમી પડેલી વીજ ડિપી અને નમી પડેલા વીજ પોલો ધરાસઈ થવાના આરે ઉભા છે.જેને કારણે કોઈ જાનહાની ન થાય માટે ગોરગામ અને તિઘરા ગામના સરપંચ દ્વારા ડુંગરી સબ ડિવીઝનમાં અનેકવાર રજૂઆત કરવા છતાં પણ વિજ ડિપીની મરામત કામગીરી નહીં કરાતાં ચાલકો જીવને જોખમે રોડ પરથી પસાર થવા મજબૂર બન્યાં છે.

ગોરગામ તિઘરા રોડ પરથી દિવસ દરમ્યાન નોકરીયાત, વિધાર્થીઓને અને ખેડૂતો સહિત હજ્જારો લોકો અવર જવર કરતા હોય છે.ત્યારે રોડ પર જર્જરિત નમી પડેલા વીજ પોલોની મરામત કામગીરી કરવી ડુંગરી વિજ તંત્ર માટે જરૂરી બની જાય છે.ડુંગરી સબ ડીવીઝનની બેદરકારીને કારણે અગાઉ પણ અનેક જીવલેણ અકસ્માતો થઈ ચૂક્યા છે.છતાં પણ ગોરગામ તિઘરા સહિતનાં વિસ્તારોમાં વીજ તંત્ર ગંભીર સમસ્યાને નજર અંદાજ કરતા પ્રજામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

જો કે ડુંગરી સબ ડિવીઝનનાં અધિકારીઓ આ બાબતથી વાકેફ હોવા છતાં પણ ગ્રામજનો અને સરપંચોની રજૂઆત સામે આંખ આડા કાન કરી રહ્યાં છે.ત્યારે વહેલી તકે વીજ તંત્ર દ્વારા નમી પડેલા વીજ પોલો અને ડીપીની મરામત કામગીરી હાથ ધરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે.

X
Valsad - ડુંગરી નજીક ગોરગામ તિઘરા રોડ પર નમી પડેલા વીજપોલ વાહન ચાલકો માટે જોખમી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App