તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • વલસાડ તાલુકાના રોલા ગામે આવેલી કેમિકલ ફેકટરીના પ્રદૂષણ અંગે

વલસાડ તાલુકાના રોલા ગામે આવેલી કેમિકલ ફેકટરીના પ્રદૂષણ અંગે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ તાલુકાના રોલા ગામે આવેલી કેમિકલ ફેકટરીના પ્રદૂષણ અંગે ગ્રામજનોની ફરિયાદના પગલે જીપીસીબીની ટીમ ધસી આવી હતી.જ્યાં ડસ્ટ મશીન મૂકી તપાસણી કરવામાં આવી હતી.

તાલુકાના રોલામાં છેલ્લા 1 વર્ષથી શ્રીસોલ કંપની દ્વારા કેમિકલ ફેકટરી સામે ગ્રામજનોમાં વિરોધની લાગણી ફેલાઇ છે.આ અંગે કલેકટર અને ગાંધીનગર સુધી ફરિયાદ કરી પ્રદૂષણના કારણે લોકોના આરોગ્યને જોખમ હોવાની રાવ કરાઇ હતી.ગ્રામજનોએ આ સાથે માનવ અધિકાર આયોગ સમક્ષ પણ કંપનીના પ્રદૂષણ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.કંપનીના પ્રદૂષિત વાતાવરણના કારણે સ્થાનિક રહીશોના આરોગ્યને નુકસાન થતું હોવાનું જણાવી કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરવામાં આવી રહી છે.જીપીસીબીને ગ્રામજનોએ કંપનીના કારણે થતા પ્રદૂષણની તપાસ કરવા માટે પણ રજૂઆતો થઇ હતી.જેના પગલે જીપીસીબીની ટીમ જીપ લઇને શનિવારે રોલા ગામે આવી પહોંચી હતી.જ્યાં મશીન મૂકીને તેની તપાસણીની કાર્યવાહી હાથ ધરાતાં ગ્રામજનો ભેગા થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...