કાર ચોરી ભાગી છૂટેલો આરોપી GPSથી ઝડપાયો

Valsad - કાર ચોરી ભાગી છૂટેલો આરોપી GPSથી ઝડપાયો

DivyaBhaskar News Network

Sep 12, 2018, 04:11 AM IST
ડુંગરી|વલસાડના ડુંગરી હાઈવે પર મંગળવારે મુબંઈથી કાર ચોરી ફરાર યુપીનો યુવક ડુંગરી પોલીસની નાકાબંધીમાં ઝડપાઈ ગયો હતો. મુબંઈના હિન્દા માતા બ્રીજ નીચે પાર્ક કરેલ ટવેરા કારનું લોક તોડી કારને ડાયરેકટ કરી નફીસ અલીખાન ઉ.વ 21 રહે.યુપીના ચોરે કાર લઈ મુબંઈથી ફરાર થઈ જતા કાર માલીક પ્રિતેશ કદમને જાણ થતાં માલિકે કારમાં લગાવેલ જીપીએસ સિસ્ટમને આધારે પોલીસની મદદથી વલસાડના ડુંગરી હાઈવે પરથી ચોરાયેલ ટવેરા કારને ઝડપી પાડી હતી. મુબંઈ પોલીસે વલસાડ પોલીસને જાણ કરતાં વલસાડના ડુંગરી ને.હા-48 કુંડી ઓવરબ્રીજ પાસે પોલીસે ગોઠવેલ નાકાબંધીમાં ચોરાયેલ કાર સાથે આરોપી ઝડપાઈ ગયો હતો

X
Valsad - કાર ચોરી ભાગી છૂટેલો આરોપી GPSથી ઝડપાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી