• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Valsad
  • સુખાલાના યુવકનું લેપટોપ ચોરનાર નડિયાદનો યુવક મુંબઈથી ઝડપાયો

સુખાલાના યુવકનું લેપટોપ ચોરનાર નડિયાદનો યુવક મુંબઈથી ઝડપાયો

સુખાલાના યુવકનું લેપટોપ ચોરનાર નડિયાદનો યુવક મુંબઈથી ઝડપાયો

DivyaBhaskar News Network

Aug 13, 2018, 04:10 AM IST
વલસાડથી વહેલી સવારે ઉપડતી ગુજરાત ક્વિન અમદાવાદથી સાંજે ઉપડી વલસાડ પરત ફરતી હોય છે. તે દરમિયાન શનિવારે ક્વિનમાં અમદાવાદથી વલસાડ આવી રહેલા સુખાલાના 32 વર્ષીય યુવાન કેતન જયંતીલાલ પટેલને સુરત પહેલાં કીમ રેલવે સ્ટેશને કડવો અનુભવ થયો હતો. કેતનની પાસે રહેલું લેનોવા કંપનીનું લેપટોપ તેના પાકીટ સાથે કોઈ ચોર ગાડીમાંથી લઈ ભાગી ગયો હતો. જે અંગેની જાણ કેતનને થતાં તેણે વલસાડ પહોંચી રેલવે પોલીસમાં રૂ.25 હજારનું લેપટોપ ચોરાયાની ફરિયાદ લખાવી હતી. બીજા દિવસે લેપટોપ ચોરનાર લેપટોપ સાથેના પાકીટમાં રહેલી ફાઈલો વલસાડ આરએમએસ ઓફિસ પાસે નાંખી ક્યાંક જતો રહ્યો હતો. આ ચોર લેપટોપ લઈ કોઈક ટ્રેનમાં મુંબઈ પહોંચી ગયો હતો. જ્યાં તેને મુંબઈ પોલીસે શંકાના આધારે બાંદ્રાથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરી હતી. તેણે ચોરીની કબૂલાત કરતાં લેપટોપ ચોરનાર 27 વર્ષીય અલ્પેશ ગોપાલ પટેલ રહે.પટેલવાડી, ઉત્તરસંડા, તા. નડિયાદને વલસાડ રેલવે પોલીસને સોંપી દીધો હતો. વલસાડ પોલીસે ફરિયાદી કેતન પટેલને આ અંગેની જાણ કરી લેપટોપ પરત આપી દેવાની તજવીજ હાથ ધરી હતી.

X
સુખાલાના યુવકનું લેપટોપ ચોરનાર નડિયાદનો યુવક મુંબઈથી ઝડપાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી