Home » Daxin Gujarat » Latest News » Valsad » દીપડો કાંઠા વિસ્તારમાં પેધો પડી ગયો કોસંબા ગામે હવે પાડિયાનો શિકાર

દીપડો કાંઠા વિસ્તારમાં પેધો પડી ગયો કોસંબા ગામે હવે પાડિયાનો શિકાર

Divyabhaskar.com | Updated - Aug 13, 2018, 04:10 AM

આશ્ચર્ય|હાઈવે-રેલવે ટ્રેક કૂદાવી રહેણાંક વિસ્તારમાં ઘૂષણખોરી સ્થાનિકોમાં ભય, જંગલ વિભાગે બે સ્થળે...

  • દીપડો કાંઠા વિસ્તારમાં પેધો પડી ગયો કોસંબા ગામે હવે પાડિયાનો શિકાર
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    વલસાડ નજીક આવેલા અને દરિયા કાંઠા વિસ્તાર ગણાતા કોસંબા ગામે રવિવારે મળસ્કે એક વાડીમાં બાંધેલા ભેંસના બચ્ચા પાડિયાને હિંસક જનાવર દીપડાએ ફાડી ખાતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી કોસંબાના પ્રગતિ સ્ટ્રીટમાં દીપડાના આતંકથી રહીશોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. ગામ લોકોએ ફરિયાદ કરતા આખરે વનવિભાગે બે જગ્યાએ પાંજરા મુકી દીધા છે.

    કાંઠા વિસ્તાર કોસંબાના આપાર ખાતે પ્રગતિ સ્ટ્રીટ આવેલી છે. અહિં રહેતા જયનેશ હરિભાઈ ટંડેલની વાડીમાં રવિવારે મળસ્કે એક દીપડાએ ભેંસના બચ્ચા પાડિયાને ફાડી ખાતા ગ્રામજનોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. જયનેશભાઈના જણાવ્યા મુજબ બે દિવસ અગાઉ તેમની વાડીની બાજુમાં દીપડાએ બે-ત્રણ બકરાં ફાડી ખાધા હતા. ત્યારબાદ ફરી એક વખત તેમની વાડીમાં ભેંસનું બચ્ચું ફાડી ખાધું હતું.

    એક જ ફળિયામાં બીજીવાર મહેમાનગીરી

    પ્રગતિ સ્ટ્રીટમાં દીપડો અગાઉ બે-ત્રણ દિવસ પહેલાં મહેમાનગીરી કરી ગયો હોવાનું જાણવા મળે છે. અહીં દીપડાએ બે-ત્રણ બકરાં ફાડી ખાધા હોવાનું જણાતા વનવિભાગે અહીં પણ મારણ સાથે એક પાંજરૂં મૂક્યું હતું. એક જ ફળિયામાં દીપડાની બીજીવખત આવન જાવનને લઈ અહીંના રહીશોમાં ભય ફેલાઈ ગયો છે.

    ગામની વાડીમાં પંજાનાં નિશાન જોવા મળ્યાં

    કોસંબાના પ્રગતિસ્ટ્રીટમાં એક વાડીમાં દીપડાએ ભેંસના બચ્ચાનું મારણ કરતાં વનવિભાગ તિથલરેન્જને જાણ થતાં એક પાંજરૂ મુકી દેવાયું છે. આ વાડીમાં તપાસ કરતાં દીપડાના પંજાના નિશાન જોવા મળ્યા હતા. જે મુજબ દીપડો આશરે અઢીથી ત્રણ વર્ષનો હોઈ શકે છે. રવિન્દ્ર પાટિલ, ફોરેસ્ટ વિભાગ, તિથલ રેન્જ

  • દીપડો કાંઠા વિસ્તારમાં પેધો પડી ગયો કોસંબા ગામે હવે પાડિયાનો શિકાર
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending