વલસાડ નજીક આવેલા અને દરિયા કાંઠા વિસ્તાર ગણાતા કોસંબા

વલસાડ નજીક આવેલા અને દરિયા કાંઠા વિસ્તાર ગણાતા કોસંબા

DivyaBhaskar News Network

Aug 13, 2018, 04:10 AM IST

વલસાડ નજીક આવેલા અને દરિયા કાંઠા વિસ્તાર ગણાતા કોસંબા ગામે રવિવારે મળસ્કે એક વાડીમાં બાંધેલા ભેંસના બચ્ચા પાડિયાને હિંસક જનાવર દીપડાએ ફાડી ખાતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી કોસંબાના પ્રગતિ સ્ટ્રીટમાં દીપડાના આતંકથી રહીશોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. ગામ લોકોએ ફરિયાદ કરતા આખરે વનવિભાગે બે જગ્યાએ પાંજરા મુકી દીધા છે.

કાંઠા વિસ્તાર કોસંબાના આપાર ખાતે પ્રગતિ સ્ટ્રીટ આવેલી છે. અહિં રહેતા જયનેશ હરિભાઈ ટંડેલની વાડીમાં રવિવારે મળસ્કે એક દીપડાએ ભેંસના બચ્ચા પાડિયાને ફાડી ખાતા ગ્રામજનોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. જયનેશભાઈના જણાવ્યા મુજબ બે દિવસ અગાઉ તેમની વાડીની બાજુમાં દીપડાએ બે-ત્રણ બકરાં ફાડી ખાધા હતા. ત્યારબાદ ફરી એક વખત તેમની વાડીમાં ભેંસનું બચ્ચું ફાડી ખાધું હતું.

X
વલસાડ નજીક આવેલા અને દરિયા કાંઠા વિસ્તાર ગણાતા કોસંબા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી