તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • બોટાદનો યુવક વલસાડમાં ચાલુ ટ્રેને ચઢવા ગયો ને બંને પગ કપાઈ ગયા

બોટાદનો યુવક વલસાડમાં ચાલુ ટ્રેને ચઢવા ગયો ને બંને પગ કપાઈ ગયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદનો એક યુવાન તેના મિત્રો સાથે વલસાડ ફરવા આવ્યો હતો. સાંજે સુરત પરત ફરતી વેળાએ પ્લેટફોર્મ નં.-3 પર ચાલુ ગાડીએ આ યુવાન ચઢવા જતાં નીચે પટકાયો હતો. જેને લઈ તેના બે પગ કપાઈ ગયા હતા. જ્યારે માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. તેને 108 મારફતે સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં તે હાલ સારવાર હેઠળ છે.

સુરતથી ચાર મિત્રો શનિવારે વલસાડ ફરવા આવ્યા હતા. વલસાડના તિથલ દરિયા કિનારે હરીફરી મોજમજા કરી સાંજે સુરત પરત જવા તેઓ રેલવે સ્ટેશને પહોંચ્યા હતા. આ ગ્રુપના એક યુવાન કાલુ સોમા રાઠોડ, રહે.સુરતના જણાવ્યા મુજબ મુંબઈથી અમદાવાદ જતી કર્ણાવતી ટ્રેનમાં તેઓની ટિકિટ હતી. તે દરમિયાન પ્લેટફોર્મ નં.3 પર મુંબઈ જતી એક ટ્રેન ધીમે ધીમે પસાર થઈ રહી હતી. આ ચાર મિત્રોમાંથી એક યુવાન અજય યુનુસ ડાભી, ઉવ.23,રહે.અણીયારી કસ્બા,બોટાદ આ ટ્રેન સુરત જતી હોવાનું માની લઈ તે ચાલુ ટ્રેનમાં ચઢવા ગયો હતો. તે દરમિયાન દરવાજા વચ્ચે બેઠેલા કોઈ પેસેન્જરોએ તેને ચઢવા ન દેતા તે બેલેન્સ ચૂકતાં નીચે પટકાયો હતો. જેને લઈ તેના બે પગ ટ્રેનના પૈંડા નીચે આવી જતાં લોહી લુહાણ થઈ ગયો હતો. જેમાં તેનો જમણો પગ ત્યાં જ છૂટો પડી ગયો હતો.

તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં યુવાન અજયને લોહી લુહાણ હાલતમાં સિવિલ ખસેડાયો હતો. જ્યાં તેનું લોહી વધુ પ્રમાણમાં વહી જતાં ઉપરાંત બીજા પગે પણ ગંભીર ઈજા થતાં તેનો ડાબો પગ ત્યાં કાપવો પડ્યો હતો. અજયને માથામાં પણ ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનાની જાણ અજયના પરિવારને કાલુએ ટેલિફોન દ્વારા કરી દીધી હતી. આ ઘટનાની જાણ સિટી પોલીસને થતાં જમાદારે નોંધ કરી રેલવે પોલીસને જાણ કરી વધુ તપાસ સોંપી છે.

અન્ય સમાચારો પણ છે...