તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • સરકારી ઘઉંને કાળાબજારમાં ખપાવી દેવાના મસમોટા કૌભાંડ બાદ હવે

સરકારી ઘઉંને કાળાબજારમાં ખપાવી દેવાના મસમોટા કૌભાંડ બાદ હવે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકારી ઘઉંને કાળાબજારમાં ખપાવી દેવાના મસમોટા કૌભાંડ બાદ હવે વલસાડથી 16 લાખનું ‘ઉજાલા ગુજરાત’ કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં આ પ્રકરણમાં સંડોવાયેલા 3 કૌભાંડીઓને સિટી પોલીસે ઝડપી પાડ્યા હતા.

ગુજરાત સરકારની ‘ઉજાલા ગુજરાત’ યોજના અંતર્ગત લોકો ને રાહત દરે બલ્બ, ટ્યૂબલાઈટ અને પંખો મળી રહે તે માટે એજન્સીઓને કામગીરી સોંપાઈ છે. જેમાં જુદા જુદા શહેરોમાં વીજ ઓફિસમાં જરૂરિયાત પ્રમાણેનો સ્ટોક રાખી સરકારે નિયત કરેલા ભાવે વેચાણ કરવાનું હોય છે. વલસાડ ખાતે હૈદરાબાદની બાલાજી કન્સ્ટ્રક્શન કંપનીને ઈઈએસએલ કંપનીના બલ્બ, ટ્યૂબલાઈટ અને પંખાનું વેચાણ કરવાનું હતું. કંપનીએ વલસાડ ખાતે રાજનનગરના સોનાપાર્ક-એમાં દુકાન નં.5-6 અને ફ્લેટ નં.101,102માં 9 વોલ્ટના બલ્બ, 20 વોલ્ટની ટ્યૂબલાઈટ અનેફાઈવસ્ટાર પંખાનો સ્ટોક રાખવામાં આવે છે. કંપની દ્વારા ગોડાઉન ઈન્ચાર્જ તરીકે કંપનીના માણસો રખાય છે. જેમાં તેની પાસે ગોડાઉનની ચાવી રહેતી હોય છે. ગોડાઉન ઈન્ચાર્જ તરીકે જીજ્ઞેશ મોહન પટેલ રહે. સોસાયટી ફળિયું, ધરમપુર રોડ, રોણવેલ છે. કંપનીના સ્ટેટ કો-ઓડિનેટર તરીકે સુરત અડાજણના રામ કૈલાસ પટેલ છેલ્લા 3 વર્ષથી ફરજ બજાવે છે. કંપનીનો મેઈન પાવર સબ કોન્ટ્રાક્ટ સીગ્મા ઈન્ફોટેક જૂનાગઢ પાસે છે. જ્યારે વીજ કચેરી બેસી વેચાણ માટે માણસો બેસાડવાનો કોન્ટ્રાક્ટ સરીગામ રોડ, ભીલાડના વિક્રમ ફકીરસિંહ રાજપૂતને અપાયો હતો. ઓગસ્ટ 2017માં માલ ગોડાઉનમાં સ્ટોકની ગણતરી કરતાં તેમાં 2150 જેટલા બલ્બ ઓછા મળી આવ્યા હતા. જેની પૂછપરછમાં જીજ્ઞેશ પટેલ અને રામ પટેલને આ માલ ક્યાં ગયો,તેની કોઈ ખબર ન હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત વલસાડમાં કામ બંધ થવાનું કંપની દ્વારા જણાતાં ગોડાઉનમાં કેટલો માલ સ્ટોકમાં છે, તેની ગણતરી હાથ ધરાઈ હતી. જેમાં ટ્યૂબલાઈટ નંગ 1423 કિં.2,98,830, પંખા નંગ 24 કિં.26,640 તથા ડિફેક્ટવાળી ટ્યૂબ નંગ 99 કિં.20,790 અને બલ્બ નંગ 19770 કિં.12,85,050 વગેરે મટિરિયલ્સ મળી કુલ રૂ.16,31,310 નો માલ ગુમ થયેલો જણાયો હતો. જે અંગે સ્ટેટ કોઓડિનેટર રામ પટેલ અને ગોડાઉન ઇન્ચાર્જ જીજ્ઞેશ પટેલ તેમજ સીગ્મા ઈન્ફોટેકના માણસ સોઝબ લખાણીને પૂછતાં આ સંપૂર્ણ ગુમ થયેલા માલની જવાબદારી તેઓની છે તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આ ત્રણેયે મેળાપીપણામાં એકબીજાની સાથે રહીને ઓ કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવતાં કંપનીના હર્ષવર્ધન રામારાવ વેમુલા રહે. હૈદરાબાદે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવ તાં પોલીસે ગુનો નોંધી પીએસઆઈ કે.એ.પાટિલે આ કેસમાં સંડોવાયેલા 3 આરોપીઓને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને બોલાવતા તેઓને ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...