તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • વાપી નજીક આવેલ એક ગામની સગીરા ગુરૂવારે સવારે રાબેતા મુજબ

વાપી નજીક આવેલ એક ગામની સગીરા ગુરૂવારે સવારે રાબેતા મુજબ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી નજીક આવેલ એક ગામની સગીરા ગુરૂવારે સવારે રાબેતા મુજબ પ્રાથમિક શાળા જવા માટે ઘરથી નીકળી હતી. તે દરમિયાન વચ્ચે પડતા સુમશાન રસ્તામાં અચાનક એક કાર આવી તેની સામે ઉભી થઇ હતી. જેમાંથી બે ઇસમો મોઢા ઉપર રૂમાલ બાંધીને ઉતર્યા હતા. અને સગીરાને જબરજસ્તીથી કારમાં બેસાડીને લઇ ગયા હતા. સવારથી કાળા કાંચવાળી કારમાં બેસાડીને સગીરાને અલગ અલગ રસ્તે ફેરવી સાંજે તેને પરત તેના ઘર પાસે છોડી ગયા બાદ ગભરાયેલી સગીરા તેના ઘરે પહોંચી પરિવારજનોને આપવીતી સંભળાવતા બેભાન થઇ ગઇ હતી. જેથી સારવાર માટે તેને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જે અંગે સગીરાના પિતાએ વાપી ડુંગરા પોલીસમાં ત્રણ અજાણ્યા ઇસમો વિરૂદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

માતા શાકભાજી વેચવા અને પિતા નોકરીએ હતા: સગીરા સાથે અપહ્તની ઘટના બની ત્યારે માતા વાપીમાં શાકભાજી વેચવા માટે આવ્યા હતા જ્યારે પિતા નોકરીએ ગયા હતા. મોડી સાંજે જ્યારે માતા -પિતા ઘરે પહોંચ્યા અને પોતાની પુત્રી જોવા ન મળતા આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...